Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પાલનપુરમાંથી 43.14 લાખની ડુપ્લીકેટ નોટ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

રાજસ્થાનથી ખાનગી વાહનમાં પાલનપુર આવતા શખ્સમેં પોલીસે ઝડપી લીધો

બનાસકાંઠાના પાલનપુરથી પોલીસે ડુપ્લીકેટ નોટો સાથે રાજસ્થાની શખ્શની ધરપકડ કરી છે. ચૂંટણીના માહોલની વચ્ચે આ શખ્સ પાસેથી પોલીસ રૂપિયા 43.14 લાખની માતબર રકમની નકલી નોટો ઝડપી પાડી છે. આ શખ્સ ખાનગી બસમાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેની પાસેથી નકલી ચલણી નોટો મળી આવી હતી

મળતી વિગત મુજબ આ રાજસ્થાની શખ્શ પોતાના ખાનગી વાહનમાં રાજસ્થાનથી પાલનપુર આવી રહ્યો હતો. ચૂંટણીના માહોલના કારણે સઘન પોલીસ પહેરો હોવાથી આ શખ્સ ઝડપાઈ આવ્યો હતો. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી છે.

રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી પૂનમચંદ ઓમપ્રકાશ શર્મા પાસેથી 43.30 લાખની 2 હજારની 580 ડુપ્લીકેટ નોટો ઝડપાઇ છે. બિકાનેરથી અજાણ્યા શખ્સે આપેલી નોટોની બેગ સુરતના નરેન્દ્ર કૈલાશચંદ ગુરાવાને આપવાની હતી

(9:03 am IST)
  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST