Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર માટે સુસજ્જ

૧૭મી અને ૧૮મીના દિવસે વતન રાજ્યમાં સભા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન પહેલા વધુ સભાઓ કરે તેવી પણ શક્યતા

અમદાવાદ, તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરનાર છે. મોદીએ ૧૭મી એપ્રિલના દિવસે ત્રણ ચૂંટણી સભાને સંબોધન કરશે. તેમની પ્રથમ સભા હિંમતનગર સાબરકાંઠામાં, બીજી સભા સુરેન્દ્રનગર અને ત્રીજી સભા આણંદમાં થશે. ૧૮મી એપ્રિલના દિવસે મોદી અમરેલીમાં ચૂંટણી સભા સંબોધશે. મોદી હિંમતનગરની સભા બપોરે ૨.૩૦ વાગે, સુરેન્દ્રનગરમાં ૪ વાગે અને આણંદમાં સાત વાગે સભા કરશે. ૧૦મી એપ્રિલના દિવસે મોદીએ જૂનાગઢ અને સોનગઢમાં સભા કરી હતી. મોદી ખુબ જ ટક્કરવાળા સંસદીય વિસ્તારમાં સભા કરવા જઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને કોંગ્રેસની સરખામણીમાં અહીં ઓછી સીટો મળી હતી. મોદીના ૨૧મી એપ્રિલના દિવસે ચૂંટણી પ્રચારની સમાપ્તિ સુધી એક અથવા બે વધુ ચૂંટણી સભા પણ આયોજિત કરવામાં આવી શકે છે. હાલમાં મોદીની ગુજરાતમાં છ સભાઓ નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ ૨૬ સીટો પર એક જ તબક્કામાં ૨૩મીએપ્રિલના દિવસે મતદાન કરાશે.

(9:45 pm IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST