Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કૌભાંડી અમિત ભટનાગર વિરુદ્ધ તપાસમાં સીબીઆઈને મહત્વની કડી મળી :હાર્ડડિસ્કમાં બે પ્રધાન અને પાંચ આઈએએસ અધિકારી સાથેની વાતચીતની કલીપ મળી

વડોદરા :કૌભાંડી અમિત ભટનાગર સામેની તપાસમાં સીબીઆઈને મહત્વની કડી મળી છે. સીબીઆઈને અમિત ભટનાગરની ઓફિસમાંથી મળેલી હાર્ડ ડિસ્કમાં મળી આવી છે જેમાં ચોંકાવનારો ખુલાસો થયો.છે  સીબીઆઈને હાર્ડ ડિસ્કમાં બે પ્રધાન અને પાંચ આઈએએસ અધિકારી સાથેની વાતચીતની ક્લીપ હાથ લાગી છે. ત્યારે નેતા અને અધિકારીઓ કોણ છે તેની ચર્ચા ચાલી રહી છે.

 

   ઓડિયો ક્લીપમાં કયાં નેતા અને અધિકારીનો અવાજ છે તેની તપાસ હાથ ધરાઈ છે. જેને પગલે અધિકારીઓ અને નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. મહત્વનુ છે કે

    અત્રે ઉલ્લેખનીય છે કે અમિત ભટનાગર વડફેસ્ટ અને સ્વીચ એક્સપોના ચેરમેન હતા. પોલીસ અધિકારીઓ સાથે મળીને ગરબાનું પણ આયોજન કરતાં હતા. કેબિનેટ કક્ષાને કેટલાક નેતાઓ સાથે તેમને ઘરોબો હતો

(11:31 pm IST)