Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સાવચેતીના તમામ પગલા છતાં ઝાડા ઉલ્ટી ૪૪૨ કેસો નોંધાયા

માત્ર ૧૪ દિવસના ગાળામાં જ અનેક કેસો : હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના કેસને રોકવા વિવિધ પગલા છતાં ઓછી સફળતા મળી

અમદાવાદ, તા.૧૬ : વધતી જતી ગરમી વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નવા નવા સપાટી પર આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં જ ઝાડા ઉલ્ટીના સેંકડો કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૧૪ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૪૨, કમળાના ૧૦૭, ટાઇફોઇડના ૧૩૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આ મહિનાની શરૂઆત થઇ છે ત્યારે ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૧૪ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૮ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૨ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. એપ્રિલ ૨૦૧૭ સાવચેતીના દરમિયાન લેવામાં આવેલા ૫૮૨૫૩ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૧૪મી એપ્રિલ સુધીમાં ૩૬૧૦૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી કુલ વર્ષ ૨૦૧૭ દરમિયાન ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. માર્ચ ૨૦૧૮માં ૧૭૫ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૦ અપ્રમાણિત જાહેર થયા હતા. ૧૬૫ નમૂના પ્રમાણિત જાહેર થયા હતા આવી જ રીતે ૧૪મી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં ૬૨ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂના તપાસવાના બાકી છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે.

રોગચાળાનું ચિત્ર.....

­અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

એપ્રિલ ૨૦૧૭

એપ્રિલ ૨૦૧૮

સાદા મેલેરીયાના કેસો

૬૪૮

૮૬

ઝેરી મેલેરીયાના કેસો

૧૦

૦૮

ડેન્ગ્યુના કેસો

૨૬

૦૨

ચીકુનગુનિયા કેસો

૧૩

૦૨

પાણીજન્ય કેસો

 

 

ઝાડા ઉલ્ટીના કેસો

૬૧૮

૪૪૨

કમળો

૧૬૩

૧૦૭

ટાઈફોઈડ

૨૦૧

૧૩૩

કોલેરા

૦૫

૦૦

 

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................ ૧૮૪૪૯

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............. ૧૮૦૮

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ............. ૪૩૭૨

ક્લોરીન ગોળીઓનું વિતરણ.................... ૩૭૪૯૬૦

જંતુનાશક દવાનો છંટકાવ....................... ૧૭૯૭૯૫

નોટિસ અપાઈ............................................. ૧૧૦૮

નિકાલ કરેલ ફરિયાદ.................................. ૨૦૩૩

મોબાઇલ કોર્ટ દ્વારા દંડ........................... ૧૦૧૭૫૦

વહીવટી ચાર્જ...................................... ૧૦૮૯૯૮૬

 

(8:18 pm IST)