Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સુરતના ડીડોલીમાં પાર્ટીમાં જવાની ના કહેતા મિત્રોએ એકબીજાને માર માર્યો

સુરત:ડીંડોલી રોડ ભેસ્તાન ખાતે ગઇકાલે બપોરે પાર્ટી કરવાની ના પાડવાના મુદ્દે થયેલા ઝઘડામાં મિત્રોએ એકબીજાને માર માર્યો હતો. જેમાં એકને  સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલી રોડ ભેસ્તાન આવાસ બિલ્ડીંગમાં રહેતા ૨૭ વર્ષીય રઇશખાન ઇસ્માઇલ પઠાણ રીક્ષા ચલાવે છે. ગઇકાલે બપોરે તેણે તેના મિત્ર કિરણ ઠાકરેને કહ્યું પાર્ટીનું શું છે? ત્યારે કિરણે તેને કહ્યું કે, આજે મારી પાસે ટાઇમ નથી મારે રેલીમાં જવાનું છે.

ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી શરૃ થતાં રઇશખાનના મિત્ર  ફિરોજે આરોપી કિરણને ધક્કો માર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા તેઓ વચ્ચે ઝપાઝપી શરૃ થઇ હતી. તે દરમિયાન કિરણે નાઝીમખાન પઠાણની છાતીના ડાબી બાજુએ  ચપ્પુનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે રઇશખાને કિરણ વિરૃદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે બીજી તરફ કિરણ  હરીશ ઠાકરે (ઉ.વ. ૨૮, રહે. ભેસ્તાન આવાસ) પણ રઇશ તથા તેની સાથે આવનાર વ્યક્તિ વિરૃદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે રઇશે તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો અને બચાવ માટે તેણે હુમલો  કર્યો છે. ડીંડોલીમાં આ સામસામે થયેલી ફરિયાદ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(8:02 pm IST)