Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અમદાવાદમાં પહેલા જ દિવસે ૧૦૦૦ ઇ-મેમો ઇસ્‍યુ કરાયાઃ ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે જુદા જુદા પ્રકારના ગુન્‍હા દાખલ

અમદાવાદ: અમદાવાદમાં પહેલા દિવસે એક હજાર જેટલા -મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આંકડો જાન્યુઆરીમાં 2000 કરતા પણ વધારે હતો. અમદાવાદ ટ્રાફિક એસીપી અને ટ્રાફિક વિભાગના નોડલ ઓફિસર એકે પટેલે અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે, પોલીસ 80 જંક્શનો પર લાગેલા પોતાના 225 CCTV કેમેરાનો ઉપયોગ કરી રહી છે. જોકે, AMCના 1360 કેમેરા હજુ સુધી કંટ્રોલ રુમ સાથે કનેક્ટ નથી થયા.

વખતે ટ્રાફિક વિભાગ આરટીઓ સાથે ગુનો કરનારા વાહન માલિકના નામ અને સરનામાંને વેરિફાય કર્યા બાદ -મેમો મોકલશે. ACP એકે પટેલના જણાવ્યા અનુસાર, પહેા રોજના 2000 જેટલા -મેમો મોકલાતા હતા. જોકે, હવે પોલીસ -મેમો મોકલવામાં કોઈ ભૂલ થાય તેના પર ખાસ ધ્યાન આપી રહી છે. તેમણે લોકોને આરટીઓમાં પોતાના વાહનની માલિકીની વિગતો અપટેડ કરાવવા પણ અપીલ કરી હતી.

-મેમો ફરી શરુ થતાં રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાવાતા દંડનું પ્રમાણ પણ ઘટી શકે છે. અગાઉ તો અમદાવાદમાં પોલીસે મેમો ફાડવાનું સદંતર બંધ કરી દીધું હતું. જોકે, -મેમો બંધ થયા તેના થોડા દિવસ પહેલા પોલીસે ફરી દંડ ઉઘરાવવાનું શરુ કર્યું હતું. હવે શહેરની 64 ટ્રાફિક બીટ ચોકીના ઈન્ચાર્જ, પીઆઈ કે પીએસઆઈને દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે.

(7:33 pm IST)