Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વિદેશી ટુરના બહાને લાખોની છેતરપિંડી કરનાર પ્રતીક રાવલ એરપોર્ટ પરથી ઝડપાયો

અલગ-અલગ સ્કીમો કાઢીને વિદેશ પ્રવાસના નામે 46 લાખ ખંખેરી ફરાર થયેલ પ્રતીકને વાડજ પોલીસે દબોચી લીધો

અમદાવાદઃ વિદેશમાં ટુરના બહાને લાખોની છેતરપિંડી કરનાર પ્રતીક રાવલને એરપોર્ટ પરથી ઝડપી લેવાયો છે  દિવાળી સમયે પ્રતીક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકે અલગ-અલગ સ્કીમો કાઢીને વિદેશ પ્રવાસના નામે રૂપિયા 46 લાખ ખંખેરી ફરાર થઇ ગયો હતો.તેને વાડજ પોલીસે ઝડપી લીધો હતો .
  અમદાવાદના ઇન્કમટેક્ષ ખાતે આવેલ પ્રતીક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક દ્વારા દિવાળી સમયે વિદેશ પ્રવાસના પેકેજ બહાર પાડવામાં આવ્યા હતા.પ્રતીક રાવલ થાઈલૅંડન, મેલેશિયા અને સિંગાપુરની ટુરના નામે એડવાન્સમાં જ 50થી વધુ લોકો પાસે 46 લાખથી વધુના રૂપિયા ઉઘરાવી થાઈલેન્ડમાં ફરાર થઇ ગયો હતો. જેની ફરિયાદ વાડજ પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે 6 મહિના બાદ વિદેશથી પરત આવતા જ આરોપીને ઝડપી લીધો હતો. આ અંગેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:28 pm IST)