Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

માતાની હત્યા બાદ પુત્રએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : પ્રેમમાં નિષ્ફળતાથી માનસિક આઘાતમાં પગલું :પારડીના ડુમલાવમાં કિસ્સો

પતિ વિદેશમાં નોકરી કરતો હતો :માનસિક ભાંગી પડતા માતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પુત્રએ માતાની હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતોઆ અંગે મળતી વિગત મુજબ વલસાડના ડુમલાવ ગામમાં માતા અને પુત્ર સાથે રહેતા હતા. મહિલાનો પતિ વિદેશમાં નોકરી કરતો હતો.પુત્ર માનસિક રીતે અસ્થિર હતો, જેને કારણે તેના અને તેની માતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. બંને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો, જેથી પુત્રએ માતાની હત્યા કરી બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી.આ બનાવની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
   વધુમાં મળતી વિગત મુજબ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ ગયેલો યુવક માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. જેથી માતાએ ભુવાનો સહારો લીધો હતો.આખરે કંકાસ વધતા પુત્રએ માતાની હત્યા કરી જીવન ટૂંકાવ્યું હતુ.  
 દરમિયાન વલસાડમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પારડીમાં એક કલાક સુધી ખુલ્લા ટેમ્પોમાં માતા પુત્રના મૃતદેહો રઝળતા રહ્યા પારડી પોલીસે માતા-પુત્રના મૃતદેહને ટેમ્પોમાં પીએચસી પારડી ખાતે મોકલ્યા હતા. પરંતુ પારડી PHC માં પણ શબવાહિનીની સુવિધા નથી. જેને કારણે આ વિસ્તારમાં બનતી ઘટના બાદ મૃતદેહો આ રીતે ટેમ્પોમાં લવાય છે. વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી જેવા વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો કે CHC કે પછી PHC ઉપર શબવાહિનીની સુવિધા નથી. જેથી મૃતદેહોને આ રીતે રઝળતી હાલતમાં ખુલ્લા ટેમ્પોમાં લઇ જવાની ફરજ પડે છે.

 

(11:27 pm IST)