Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રાજ્યના ચાર મહાનગરોમાં ઈ-મેમોનો પ્રારંભ : રાજકોટમાં 590થી વધુ કેમેરા લગાવાયા

વાહન ચાલકોની હિલચાલ પર રહેશે નજર : હેલ્મેટ ન પહેરનાર, રોંગ સાઈડમાં ગાડી ચલાવનાર. ત્રણ સવારી કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા દંડાશે

અમદાવાદ :રાજ્યના ચાર મહાનગરોમાં આજથી ઇ-મેમોની શરૂઆત થઇ છે. જેમાં રાજકોટમાં  590થી વધુ કેમેરા લગાવાયા છે આ કેમેરા દ્વારા  વાહન ચાલકોની દરેક હિલચાલ ઉપર નજર રહેશે હવે  હેલ્મેટ ન પહેરનાર, રોંગ સાઈડમાં ગાડી ચલાવનાર. ત્રણ સવારી કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા દંડાશે.
   ઇ-મેમોની નવી પ્રક્રિયા અંગે રાજકોટમાં મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. જોકે પ્રથમ દિવસે રાજકોટમાં પોલીસ મુખ્યમંત્રીની સુરક્ષા અને બંદોબસ્તમાં વ્યસ્ત રહી હતી. નાગરિકો પ્રત્યે પણ કોઈ ખાસ કડક વલણ જોવા મળ્યું ન હતું. જોકે પ્રથમ દિવસે કેટલા નાગરિકોને ઇ મેમો ફટકારવામાં આવ્યો. તેનો ચોક્કસ આંકડો હજુ રાજકોટ પોલીસે જાહેર નથી કર્યો.

 

(12:03 am IST)