Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વડતાલ સ્વામિનારાયણ મંદિરની ટીમ દ્વારા ગામડે ગામડે ફરી બે હજાર ચપ્પલોનું કર્યું વિતરણ

ઉનાળાના તાપમાં ચપ્પલ વિના ફરતા ગરીબ લોકો માટે 15 જેટલી ટીમોં દ્વારા સેવાયજ્ઞ કરાયો

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલ મંદિર દ્વારા ઉનાળાના તાપમાં ચંપલ વિના ફરતા ગરીબ જનોની સેવા માટે  ગામડે ગામડે જઇને પંદર જેટલી ટીમોએ બે હજાર જેટલા ચંપલોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા નૌતમપ્રકાસદાસજી સ્વામી, મુનિવલ્લભદાસજી સ્વામી અને શ્યામવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.
   સ્વયંસ્વેકોની ટુકડીઓને વિદાય આપતી વેળાએ સંતોએ જણાવ્યુ હતું કે સામાન્ય માણસ સુધી ધર્મ સંદેશ પહોંચાડવાનો આ સાચો રસ્તો છે. ખરેખર સેવા દરેક વ્યક્તિમાં ઇશ્વરના દર્શન કરીને કરજો. આ કાર્ય માનવતાનુ છે. ધર્મનું છે. વડતાલધામનું છે. આપણા કાર્યો જ આપણને મહાન બનાવે છે. અહીં નિ:શુલ્ક હોસ્પિટલ, નિ:શુલ્ક ભોજનાલય, વિશાળ ગીર ગાયોની ગૌશાળા વગેરે કાર્યો ચાલે છે તેના પાયામાં ભગવાન સ્વામિનારાયણે આ વડતાલમાં લખેલી શિક્ષાપત્રી છે.
  વર્તમાન ગાદિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહરાજે 1 થી 15 રૂટમાં સેવામાં જોડાયેલા સ્વયંસેવકો સાથે સમૂહ તસવીર આપીને આશીર્વાદ પાઠવ્યા હતાં. આ સેવા કાર્યમાં સુધીરભાઇ બ્રહ્મભટ્ટ વગેરે ભક્તો દ્વારા મળેલ સહયોગને બિરદાવીને સંતોએ સેવકોને વિદાય આપી હતી. દરમિયાન સંત સ્વામીએ જણાવ્યું હતું કે ચંપલ વિતરણની સેવા વડતાલ, કેરીયાવી, મુજપુરા, પીપળતા, તારાપુર, નડીયાદ, બાંધી, પેટલાદ, વિદ્યાનગર, આણંદ, ખંભાત, વાંસખીલીયા, કણજરી, ઉત્તરસંડા, ચકલાસી સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.

(9:19 am IST)
  • અમદાવાદ એલીસબ્રીજ પોલીસે આઇપીએલ પર સટ્ટો રમતા શખ્શ સુરેશ યાદવને હોટલ અર્બનમાંથી દબોચ્યો : રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોરના મેચ પર સટ્ટો રમાડતો હતો સુરેશ : લેપટોપ, ટીવી, મોબાઇલ સહિત ઘણી ચીજો પોલીસે જપ્ત કરી access_time 12:25 am IST

  • સાઉદી અરબમાં હિલચાલઃ ૨૪ મુસ્લિમ રાષ્ટ્રો સાથે યુદ્ધ અભ્યાસઃ ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલા ખાળવા ઈસ્લામિક રાષ્ટ્રો એક બની રહ્યા છે...: દુનિયા ખતરનાક દિશામાં જઈ રહી છેઃ અમેરિકા-બ્રિટન જેવા ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલાના પ્રતિકાર માટે ઈસ્લામિક રાષ્ટ્રોની તૈયારીઃ સાઉદી અરબે પાકિસ્તાને અલગ રાખ્યું access_time 11:32 am IST

  • અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયા સામે લશ્કરી પગલાં લેતાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પરિણામો ભોગવવા ચેતવણી આપી છે. શનિવારે થયેલા હવાઈ હુમલા સીરિયા પરનું આક્રમણ હોવાનું કહેતાં રશિયાએ જણાવ્યું હતું કે આ હુમલાને પગલે સીરિયામાં માનવીય મુશ્કેલીઓ વધશે અને આંતરરાષ્ટ્રીય સંબંધ શૃંખલામાં પણ વિધ્વંસક અસરો સર્જાશે. access_time 12:35 am IST