Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આકરા ઉનાળા અને વાદળિયાં વાતાવરણ વચ્ચે અમદાવાદ અમરેલી અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ

અમદાવાદ ;રાજ્યમાં આકરા ઉનાળા અનેં વાદળિયાં વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ઊંચકાયો છે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્ થઈ ઉઠ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં ત્રાઙિમામ્ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકોને વધુંને વધું પાણી પીવાની તેમજ શરબત કે ઠંડા પીણાં પીવાની સલાહ આપવામાં આવી રહી છે.

દરમિયાન ગુજરાતના મુખ્ય શહેરોમાં ગરમીનું પ્રમાણ મુજબ રહ્યું હતું.

અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન

અમરેલી, ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી

વડોદરા, રાજકોટ, ડીસમાં 40 ડિગ્રી

સુરેન્દ્રનગર, કડંલામાં પણ 40 ડિગ્રી

ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન

જો કે વાદળો હઠતાં પારાવાર ગરમીનો અનુભવ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

(8:00 pm IST)