Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સુરતમાં પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના વહિવટદાર પ૦ હજારની લાંચ લેતા એસીબી ટીમના હાથે ઝડપાયાઃ જુગાર-સટ્ટાનો ધંધો શરૂ કરવા લાંચ માંગી હતીઃ ૨ વચેટિયા પણ ઝડપાયા

સુરત: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં કહ્યું હતું કે, મહેસૂલ ખાતું અને પોલીસ ખાતું સૌથી વધુ ભ્રષ્ટાચાર કરે છે. આ વાત એટલા માટે પણ સાબિત થાય છે કે, એન્ટીકરપ્શન બ્યુરોની ટ્રેપમાં પોલીસ કર્મચારીઓ સતત લાંચ લેતા ગરબા રહ્યા છે. ક્યારે સુરત શહેર પોલીસમાં મહત્વની ગણાતી પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચના વહીવટદાર એવા હેડ કોન્સ્ટેબલની પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ધરપકડ કરી છે. કોન્સ્ટેબલની સાથે બે વચેટિયાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જુગાર અને સટ્ટાનો ધંધો શરૂ કરવાના બદલામાં આ રૂપિયા લેવામાં આવ્યા હતા.

જુની નથી, અગાઉ અનેક વખત આવી વાતો સામે આવી છે. તે અંગે રાજ્ય સરકારને ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે આ હવે આ વાત પોલીસ ચોપડે ફરિયાદના રૂપમાં લખાઈ છે. જી હાં સુરત એન્ટી કરપશન બ્યુરોએ આ વાતનો ખુલાસો કર્યો છે. સુરત શહેર પોલીસની મહત્વની ગણાતી પ્રિવેન્શન ક્રાઇમ બ્રાંચ એટલે કે પીસીબીમાં ડેપ્યુટશન પર મુકવામાં આવેલો કેશીયર હેડ કોસ્ટેબલ ચેતન સિંમ્પી તેના બે પન્ટરો સાથે50 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. એસીબીની ટીમે શનિવારે સાંજે અઠવાલાઇન્સ ચોપાટી પર બનારસી પાન સેન્ટર પર છટકું ગોઠવી ચેતન સિંમ્પીના બે સાગરીતોને 50 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા હતા. ત્યાર પછી એસીબીએ ગણતરીની મિનીટોમાં ચેતન સિંમ્પીને પણ પકડી લીધો હતો. સિમ્પી સામે નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સુરતના ઉન વિસ્તારમાં આંકડા તથા સટ્ટાનો ધંઘો કરવાનો હોવાથી અડ્ડો ચલાવનારે ચેતનનો સંપર્ક કર્યો હતો. સિમ્પીએ જેના બદલામાં રૂપિયા 50000નો વ્યવહાર કરવાનું કહ્યું હતું.

જોકે ફરિયાદીએ આંકડા અને સટ્ટાનો ધંઘો ચાલુ કર્યો ન હતો, તેમ છતાં ચેતન રૂપિયા માંગી રહ્યો હતો. ચેતન ફોન કરી ગંદી ગાળો બોલી ધમકી આપી અવારનવાર રૂપિયાની માંગણી કરતો હતો. દરમિયાન એન્ટી કરપ્શનમાં આ મ અંગે ફરિયાદ કરતા એસીબી છટકું ગોઠવ્યુ હતું. જેમાં ફરિયાદી અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ચોપાટી પાસે રૂપિયા લઈ પહોંચ્યો હતો. જોકે ચેતને જાતે રૂપિયા લેવાને બદલે પાનના ગલ્લા પર રૂપિયા આપવા કહ્યું હતું. જેથી પાનનો ગલ્લા ચલાવતા વ્યક્તિએ રૂપિયા લઈ ચેતનના રીક્ષાચાલકને આપ્યા હતાં, બાદમાં ચેતન પણ ત્યાં આવ્યો હતો. જેથી એસીબીએ તમામની ધરપકડ કરી હતી. ચેતનની ધરપકડ થતાં પોલોસ બેડમાં ફફડાટ ફેલાયો હતો, કારણ કે પીસીબીએ પોલોસ કમિશનરના સીધા જ તાબા હેઠળનો વિભાગ છે.

મહત્વનું છે કે ચેતન સિંમ્પીને 40થી 45 હજારનો પગાર દર મહિને મળે છે, પરંતુ કેશિયરી કરવાની છાપ ધરાવતા ચેતનની પૂર્વ પોલીસ કમિશનર સતીશ શર્માએ ટ્રાફિક વિભાગમાં બદલી કરી દીધી હતી. અગાઉ તે સુરત જિલ્લા પોલીસમાં હતો ત્યાંથી સુરત સીટી પોલીસમાં એન્ટ્રી કરી નશાબંધી, સચીન, ડુમસ, ડીસીબી, ટ્રાફિક નોકરી કરતો હતો, સિનિયર અધિકારીઓને મહેરવાનીથી તે પીસીબી એટેચડ નોકરી કરતો હતો.

(5:12 pm IST)