Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

વડાવળ નજીક હાઈવે પર બટાટા ભરેલ ટ્રેકટર પલટયું

કટ્ટાઓ રોડ પર પડતા બટાટાનો ખુરચો બોલી ગયો

 

ડીસા પંથકમાં બટાટાની સીઝન ચાલતી હોવાથી કોલ્ડસ્ટોરેજમાં બટાટાઓ ભરવામાં આવી રહ્યા છે. જેમાં ટ્રેકટરો દ્વારા ખેતરોમાંથી બટાટાના કટ્ટાઓ ખેંચાઈ થઈ રહી છે.જેને લઈ ઠેર ઠેર બટાટા ભરી ટ્રેકટરો જતાં દ્રશ્યમાન થાય છે ત્યારે  બટાટાના કટ્ટાઓ ભરી જતું ટ્રેકટર વડાવળ નજીક વસંત હોટલ પાસે અચાનક પલટી જતાં બટાટાઓના કટ્ટાઓ વેરણછેરણ પડી ગયા હતા

  . અંગેની મળતી વિગતો મુજબ  મહેન્દ્ર ટ્રેકટર ૧૩૦ જેટલા કટ્ટાઓ ભરી કોલ્ડસ્ટોરેજમાં ખાલી કરવા જઈ રહ્યું હતું ત્યારે વડાવળ નજીકની વસંત હોટલ પાસે ટ્રેકટરની ટ્રોલીનું ટાયર ડીવાઈડર પર ચડી જતાં ટ્રોલી ઉંધી વળી જતાં બટાટાઓના હતો. જાકે સદનસીબે જાનહાની ટળી હતી.

(12:00 am IST)