Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રાજ્યમાં સ્વાઈનફ્લૂનો કહેર યથાવત :વધુ ત્રણ લોકોના મોત

એક જ દિવસમાં અમદાવદમાં 8 સહિત રાજ્યમાં 46 નવા કેસ નોંધાયા

 

અમદાવાદ :રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત છે સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા અને ૪૬ નવા કેસ આજે એક દિવસમાં નોંધ્યા છે  સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. અમદાવાદમાં આજે સ્વાઈન ફ્લુના આઠ નવા કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા હજુ પણ ૪૨૧ જેટલી નોંધાયેલી છે.

   રાજ્યમાં સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૨૧૪ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે વધુ ત્રણ લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા પણ ૧૨૫ ઉપર પહોંચી ગઈ છે. પહેલી જાન્યુઆરીથી લઈને હજુ સુધી કુલ દર્દઓમાંથી ૩૬૧૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. ૪૨૧ લોકો રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે.

  સ્વાઈન ફ્લુના સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. જે પૈકી મોતનો આંકડો પણ અમદાવાદમાં સૌથી વધારે નોંધાયો છે. રાજ્યમાં શુક્રવારના દિવસે સ્વાઈન ફ્લુના ૫૩ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ૧૨ કેસ નોંધાયા હતા. આનો મતલબ થયો કે છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લુના ૨૦ કેસ નોંધાઈ ચુક્યા છે.

(11:52 pm IST)