Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અમદાવાદ મનપા વેરાવસૂલવા આકરા પાણીએ : છેલ્લા ત્રણ દિવસમાં 3000 મિલકત સીલ કરાઈ

અત્યારસુધીમાં 21 હજાર મિલ્કતો સીલ કરીને 795 કરોડની આવક મેળવી લીધી

અમદાવાદ મનપા દ્વારા વેરા વસુલાત માટે કડક કાર્યવાહી કરી રહી છે ટેક્સની આવકનો લક્ષયાંક પૂરો કરવા માટે છેલ્લા ત્રણ દિવસમાં 3000 જેટલી ધંધાકીય મિલ્કતો સીલ કરી છે.ચાલુ વર્ષમાં અત્યાર સુધી 21 હજારથી વધુ મિલ્કતો સીલ કરીને 15 માર્ચ સુધીમાં 796 કરોડની આવક મેળવી લેવાઇ છે.

    રૂ.7550 કરોડ કરતા વધારેનું વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મનપાની આવકનો સૌથી મોટો આધાર ટેક્સની આવક છે. વર્ષ 2018-19નું નાણાકીય વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે, ત્યારે ચાલુ વર્ષનો રૂ.950 કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા મનપાએ અત્યંત કડક વલણ અપનાવ્યુ છે. જે અંતર્ગત પાછલા 3 દિવસમાં શહેરભરમાં 3000 ધંધાકીય મિલ્કતો સીલ કરવામાં આવી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષે 15 માર્ચ સુધીમાં ગત વર્ષની સરખામણીમાં 90 કરોડ જેટલી ટેક્સની વધુ આવક થઇ છે. અને હજી પણ આવક વધારવા માટે તંત્ર અત્યંત કડક વલણ અપનાવીને બેઠુ છે. જે માટે વધુ કેટલીય મિલ્કતો સીલ કરવામાં આવશે

(9:54 pm IST)