Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કુલ ૨૬ લોકસભા ઉમેદવાર અંગે સૂચનો લેવાનું કામ પૂર્ણ

આજે ગાંધીનગરમાં લોકસભા ચુંટણી સમિતિ બેઠક : ત્રણ દિવસની લોકસભાની ચુંટણી સમિતિ બેઠકમાં તૈયાર કરાયેલા સૂચનોનો હેવાલ લોકસભા સમિતિમાં રજુ થશે

અમદાવાદ,તા.૧૬ : ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ૩ દિવસથી તા. ૧૪, ૧૫, ૧૬ માર્ચના રોજ જે તે લોકસભા જઈને પ્રદેશ નિરીક્ષકો દ્વારા ૨૬ લોકસભાનાઉમેદવારો અંગે સૂચનો-અભિપ્રાયો લેવાનું હિયરીંગનું કામ ચાલુ હતું જે આજે પૂર્ણ થયું છે. આવતીકાલે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ  જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળશે. આવતીકાલથી ૧૭, ૧૮, અને ૧૯ માર્ચ એમ, ત્રણ દિવસ ચાલનારી લોકસભા ચૂંટણી સમિતિ બેઠકમાં લોકસભાના નિરીક્ષકો અને જીલ્લા સંકલન સમિતિ સહિત મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો અંગે ચર્ચા વિચારણાં થશે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આવતીકાલે ૧૭ માર્ચ, રવિવારના રોજ વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા એમ, કુલ ૧૧ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. તારીખ ૧૮ માર્ચ, સોમવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ, કુલ ૧૧ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે અને તારીખ ૧૯ માર્ચ, મંગળવારના રોજ બાકી રહેલ રાજકોટ, કચ્છ, પોરબંદર અને જુનાગઢ એમ ચાર બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની યાદી તૈયાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરશે તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.

(9:22 pm IST)
  • પાકિસ્તાનમાં ફુટયો 'મિર્ચી' બોંબ : મરચાનો ભાવ ૪૦૦ રૂપિયે કિલોઃ ર૪ ના કિલો ટમેટાનો ભાવ ર૦૦ રૂપિયાઃ ભારતીય નિકાસબંધીની અસર access_time 4:06 pm IST

  • જૂનાગઢ પોલીસને મોટી સફળતા ;બેહોશીની દવાઓ પીવડાવીને ગુજરાત,રાજસ્થાન અને મહારષ્ટ્રમાં અનેક ચોરી અને લૂંટને અંજામ આપનારા શખ્શ હાજી હાસનને રાજસ્થાનથી ઝડપી લેવાયો :ભાવનગર વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયો :22 ગુન્હા પરથી પડદો ઉંચકાયો access_time 7:50 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST