Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

છબીલ બાદ મનિષા ગોસ્વામી સકંજામાં આવે તેવી સંભાવના

મનિષા પણ સીટ સમક્ષ શરણાગતિ સ્વીકારી શકે : ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલના હાજર થયા બાદ ઘણી વાતો સ્પષ્ટ થઇ જતાં સીડીકાંડના રહસ્ય ઉપર નજર

અમદાવાદ, તા.૧૬ : ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલે સીટ સમક્ષ નાટયાત્મક રીતે હાજર થઇ ગયા બાદ સમગ્ર કેસમાં મહત્વના ખુલાસાઓ એક પછી એક સ્પષ્ટ થઇ રહ્યા છે ત્યારે હવે ચોતરફથી ફસાઇ ગયેલી આ કેસની મહત્વની આરોપી એવી મનીષા ગોસ્વામી પણ ગમે તે ઘડીયે સીટ સમક્ષ શરણાગતિ સ્વીકારી લે તેવી શકયતાઓ બળવત્તર બની છે. ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલના હાજર થયા બાદ ઘણી વાતો સ્પષ્ટ થઇ જતાં હવે મનીષા ગોસ્વામીના સીડીકાંડના રહસ્યો પર તપાસનીશ એજન્સીની નજર મંડાઇ છે.  ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ સીટ સમક્ષ હાજર થયા બાદ હવે આ કેસની ગુથ્થીઓ એક પછી એક ખૂલવા લાગી છે. છબીલે કેવી રીતે અમેરિકાથી બેઠા-બેઠા વોટ્સએપ કોલ કરીને આ સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો તે વિગતો પોલીસને જાણવા મળી છે. જો કે, હજી પણ આ સમગ્ર મામલે એક મોટી મડાગાંઠ ઉકેલાવાની બાકી છે, જે છે મનીષા ગોસ્વામી. એવું કહેવાય છે કે, કચ્છની મીઠી ખારેકનો સ્વાદ ચાખવા આવેલા ભાજપના મોટા-મોટા નેતાઓની ઘણી સીડીઓ બની છે જેનો એક સેટ મનીષા પાસે પણ છે અને હવે મનીષાને પણ ટૂંક સમયમાં સમજાવટથી હાજર કરાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, છબીલ પટેલના હાજર થયા બાદ તેની પૂછપરછમાં મનીષા સાથેની વાતચીત અને સીડીકાંડની પણ વિગતો મળી છે. હજી પૂછપરછ ચાલુ છે અને મનીષા ક્યાં સંતાઈ હોઈ શકે છે તેમજ તેની સાથે ત્રાહિત વ્યક્તિ દ્વારા સંપર્કની ચેનલ કેવી રીતે શરૂ કરી શકાય તે માટે પણ પોલીસ પ્રયત્નશીલ છે. ભાનુશાળીએ ઉતારેલી સીડીકાંડના રહસ્યો મેળવવા હવે મનીષાને પણ આગામી સમયમાં પોલીસ સમક્ષ હાજર કરી કેસને પૂરો કરવા તરફ સીઆઈડી ક્રાઈમ લઈ જશે. મનીષા પાસે આ પ્રકરણને લગતી મહત્ત્વની સીડીઓનો સેટ હોવાનું સીઆઈડી ક્રાઈમ માની રહી છે. છબીલ પટેલે પણ જુબાની દરમિયાન આ બાબતની સ્પષ્ટતા કરી હોવાનું મનાય છે. મનીષા કદાચ આ સીડીના આધારે જ છબીલને બ્લેકમેલ કરતી હશે તેમ પોલીસનું માનવું છે. આ સંજોગોમાં મનીષા હાજર થાય તો પણ પોતાની સેફ્ટી માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિ પાસે સીડીના સેટની એક નકલ કોપી કરીને રાખી શકે છે, જેને હાંસલ કરવી પોલીસ માટે મોટો પડકાર બનશે. જો કે, મનીષાના હાજર થયા બાદ તેની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની પૂરી શકયતા છે.

 

 

 

 

(9:20 pm IST)
  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST