Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

બ્રહ્મોસ માટે ટ્રાન્સપોર્ટ લોંચ કેનિસ્ટરની થયેલી ડિલિવરી

બ્રહ્મોસ ટીેએલસી માટે એલએન્ડટીની સિદ્ધિ : ૧૦૦મા બ્રહ્મોસ ટીએલસીનું નિર્માણ પરિપૂર્ણ થવા માટે ડોક્યુમેન્ટ્સ બ્રહ્મોસ એરોસ્પેસને સુપરત કરી દેવાયા છે

અમદાવાદ,તા. ૧૬ : મેક ઇન્ડિયા મારફતે ભારતની સ્વનિર્ભરતાની સફરમાં મુખ્ય સીમાચિહ્ન સ્વરૂપે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ (બીએપીએલ)નાં વિશ્વસનિય ઔદ્યોગિક પાર્ટનર એલએન્ડટી ડિફેન્સે આજે ગુજરાતમાં વડોદરામાં રાનોલીમાં તાજેતરમાં એની વિસ્તરણ પામેલ ઉત્પાદન સુવિધામાંથી બીએપીએલને બ્રહ્મોસ ટ્રાન્સપોર્ટ-સ્ટોરેજ લોંચ કેનિસ્ટર (ટીએલસી)ની ડિલિવરી કરી હતી. એલએન્ડટી નિર્મિત ટીએલસી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોનાં સ્ટોરેજ, પરિવહન અને લોંચ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનું ઉત્પાદન સ્વદેશી ચીજવસ્તુઓ અને પ્રક્રિયાઓથી થયું છે. આ ટીએલસને આજે એક અધિકૃત ઇવેન્ટમાં એલએન્ડટીનાં પૂર્ણકાલિન નિર્દેશક (ડિફનેસ બિઝનેસ) અને બોર્ડનાં સભ્ય શ્રી જે ડી પાટિલે ૧૦૦મા બ્રહ્મોસ ટીએલસીનું નિર્માણ પૂર્ણ થવાનાં ડોક્યુમેન્ટ્સ બ્રહ્મોસ એરોસ્પેસનાં એમડી અને સીઇઓ ડો. સુધીર કે.મિશ્રાને સુપરત કર્યા હતાં. મિસાઇલને લોંચ માટે તૈયાર રાખવા માટે લાંબા ગાળા સુધી સંગ્રહ કરવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટીએલસીનું ઉત્પાદન કરવા માટે ગ્લાસ અને કાર્બન પ્રી-ઇમ્પ્રેગ્નેટેડ ફાઇબર સામગ્રીઓમાંથી તૈયાર કરેલા વિશિષ્ટ સ્તરો સાથે ઓટોમેટેડ વિન્ડિંગ સ્પેશ્યલાઇઝ ઉત્પાદન પ્રક્રિયાઓની જરૂર છે. આ ઇવેન્ટમાં ડો. મિશ્રાએ ૭ જુલાઈ, ૨૦૧૮નાં રોજ વધારાની લાઇનનું ઉદ્ઘાટન કરવા આઠ મહિના અગાઉની મુલાકાતને આનંદ સાથે યાદ કરી હતી. તેમણે એલએન્ડટીની ટીમને ટીએલસીને વિકસાવવા, સ્વદેશી સામગ્રીઓનો ઉપયોગ કરવા અને પ્રોસેસિંગ કરવા બ્રહ્મોસ એરોસ્પેસ સાથે જોડાણ કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, રાનોલીમાં બ્રહ્મોસ ટીએલસી માટે વધારાની પ્રોડક્શન લાઇનનું ઉદ્ઘાટન કર્યા પછી રેકોર્ડ ટાઇમમાં એલએન્ડટીએ સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે. એલએન્ડટી દ્વારા ટીએલસીનાં ૧૦૦મા સેટની ડિલિવરીએ ઝડપથી સ્વદેશીકરણ હાંસલ કરવાની અમારી કટિબદ્ધતાને મજબૂત કરી છે. અમને ભારતમાં અગ્રણી સંરક્ષણ ઔદ્યોગિક કંપનીઓમાંની એક સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ પ્રસંગે એલએન્ડટીનાં પૂર્ણકાલિન નિર્દેશક (ડિફનેસ બિઝનેસ) અને બોર્ડનાં સભ્ય શ્રી જે.ડી.પાટિલે જણાવ્યું હતું કે, બ્રહ્મોસ અને ડીઆરડીઓ સાથે અમારું જોડાણ અમારી રાષ્ટ્રનિર્માણની કટિબદ્ધતાનો તથા વેપન સિસ્ટમમાં સ્વનિર્ભરતા હાંસલ કરવાની અને સ્વદેશી સિસ્ટમો વિકસાવવા માટે અસરકારક પુરવાર થયેલા સંબંધનો ભાગ છે. અમને આંતરરાષ્ટ્રીય સ્તરની વેપન સિસ્ટમમાં અમારું પ્રદાન કરવાનો અને આ પ્રકારની ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાત પૂર્ણ કરવા પર ગર્વ છે. અમે ભારતમાં ડિફેન્ત ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસાવવા મેક ઇન ઇન્ડિયાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા જાળવી રાખીશું. ૧૦૦ ટીએલસીની સીમાચિહ્નરૂપ ડિલિવરી કરીને એલએન્ડટીએ બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમનાં વધુ વિકાસમાં પ્રદાન જાળવી રાખવા શ્રેણીબદ્ધ ઉત્પાદનની સફર અને પ્રતિબદ્ધતા વિકસાવવામાં સફળતા હાંસલ કરી છે. એલએન્ડટીએ બ્રહ્મોસ વેપન સિસ્ટમની શ્રેણીબદ્ધ ઉત્પાદનની જરૂરિયાતો પૂર્ણ કરવા જુલાઈ, ૨૦૧૮માં વડોદરામાં રાનોલીમાં બ્રહ્મોસ ટીએલસી માટે સંવર્ધિત પ્રોડક્ટશન લાઇન શરૂ કરી હતી. રાનોલીમાં અત્યાધુનિક કમ્પોસાઇટ ઉત્પાદન સુવિધા બ્રહ્મોસ કમ્પોઝાઇટ્સ કેનિસટર્સ અને એરફ્રેમનું શ્રેણીબદ્ધ ઉત્પાદન કરે છે. એરોસ્પેસ ઉત્પાદનો માટે આ સેન્ટરને નેશનલ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સ એક્રેડિટેશન પ્રોગ્રામ (એનડીસીએપી) પાસેથી માન્યતા મળી છે. આ ઉપરાંત એલએન્ડટી રાનોલીમાં એડવાન્સ કમ્પોઝાઇટ્સ લેબોરેટરીને મેસર્સ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (એનએબીએલ) પાસેથી એક્રેડિટેશન સર્ટિફિકેશન મળ્યું છે.

 

(9:19 pm IST)