Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રૂ, 400 કરોડના ફીશરીઝ કૌભાંડ મામલે મંત્રી પરસોત્તમ સોલંકીની ધરપકડ થવાના એંધાણ : વોરંટ ઈશ્યું કરાયું

પંદર દિવસમાં હાજર રહેવા કહેવાયું છતાં હજાર નહિ રહેતા એસીબી કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું

અમદાવાદ : રૃપિયા ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડ મામલે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીની ધરપકડ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે તેઓની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું છે આગામી પંદર દિવસમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર થવા માટે હાઇકોર્ટે ફરમાન કર્યું હતું

   મળતી વિગત મુજબ  એસીબી કોર્ટ દ્વારા ફીશરીજ કૌભાંડ મામલે સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી અને દિલિપ સંઘાણી વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, પરસોત્તમ સોલંકી આજે કોર્ટમાં હાજર ન રહેતા તેમની સામે આજે ધરપકડનું વોરંટ ઈસ્યું કરવામાં આવ્યું છે.

  અત્રે દિલિપ સંઘાણી તેમના વકિલ મારફતે કોર્ટમાં હાજર રહ્યા હતા, પરંતુ પરસોત્તમ સોલંકી સામે પણ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યું હોવા છતા હાજર ન રહેતા ધરપકડ વોરંટ ઈસ્યું કરવામાં આવ્યો છે. અગામી સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. હવે એસીબી દ્વારા મંત્રી પરસોત્તમ સોલંકીની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે 
   વર્ષ ૨૦૦૮માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરસોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરૃધ્ધ કાર્યવાહી ચાલી રહી છે. જેની તપાસમાં પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની સંડોવણી પણ બહાર આવી છે. સ્પેશિયલ કોર્ટે બન્ને નેતાઓને હાજર થવાનો આદેશ કર્યો હતો અને ક્રિમીનલ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો

  . સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર ન થવું પડે તે માટે સોલંકીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી અને માગણી કરી હતી કે તેમના વિરૃધ્ધ ક્રિમીનલ ઇન્કવાયરી ન થવી જોઈએ. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ આ રિટ ફગાવી હતી અને અવલોકન નોંધ્યું હતું કે, ફરિયાદમાં કરાયેલા આક્ષેપો ખૂબ ગંભીર છે, તેને અવગણી ન શકાય તેવા છે. આ કેસમાં સોલંકીને મળેલી વચગાળાની રાહતો પણ આ આદેશ દ્વારા પૂર્ણ થઈ ગઈ છે.

  બનાસકાંઠા જિલ્લામાં માછલીઓના વેપાર અને હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ વર્ષ ૨૦૦૮માં માછીમારી માટે તળાવોનો સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તે વર્ષે ફિશરીઝ માટેના તળાવોના કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર જ આપી દેવામાં આવ્યા છે. તેથી તેણે આ અંગે વધુ માહિતી મેળવી સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપવામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે જુલાઇ ૨૦૦૮માં તેને જાણવા મળ્યું હતું કે તત્કાલિન મત્સ્યોદ્યોગ મંત્રી ફિશરીઝ તળવાનો કોન્ટ્રક્ટ ટેન્ડર વગર આપી રહ્યા છે

(8:09 pm IST)