Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અગાઉ ઊંઝાની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અદાલતે 10વર્ષની સજાની સુનવણી કરી

મહેસાણા:ઊંઝા પંથકની સગીરાનું ત્રણ વર્ષ પૂર્વે બસસ્ટેન્ડ પાસેથી લગ્નની લાલચે આરોપી ભગાડી જઈ લક્ઝરી બસમાં ગ્વાલીયર લઈ બસમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. અંગેની સગીરાએ જાસ્કાના આરોપી વિરુદ્ધ સગીરાની દાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગુનામાં મહેસાણા પોક્સો જજે સરકારી વકીલ અશોકભાઈ એસ. મકવાણાની દલીલોને ગ્રાહ્ય રાખી ગુનાના આરોપીને ૧૦ વર્ષ કેદ તેમજ રૃ.૧૦,૫૦૦ દંડની સજાનો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા પંથકની એક સગીરા વર્ષ ૨૦૧૬માં ઊંઝા શહેર ખાતે ધો.૧૨માં અભ્યાસ અર્થે આવતી હતી ત્યારે વડનગરના જાસ્કા ગામના મેહુલજી લક્ષ્મણજી ઠાકોર સાથે સંપર્કમાં આવી હતી. ત્યારે ફેબુ્રઆરી ૨૦૧૬ના રોજ આરોપીએ તેણીને લલચાવી-ફોસલાવી ઊંઝા બસસ્ટેન્ડ પાસે બોલાવી લગ્નની લાલચ આપી હિંમતનગર લઈ ગયો હતો અને ત્યાંથી લક્ઝરી બસમાં ગ્વાલીયર લઈ ગયો હતો. ત્યાંથી પરત ફરતા લક્ઝરી બસ સ્લીપીંગ કોચ હોઈ તેમાં તેણી પર દુષ્કર્મ કર્યું હતું.

(6:42 pm IST)