Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

વડોદરાના ગોરવા વિસ્તારમાં અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલક ફૂડ ડિલિવરી બોયનું કમકમાટી ભર્યું મોત

વડોદરા:શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ પંચવટી કેનાલ પાસે ગુરૃવારે રાત્રે કોઇ અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઘવાયેલા બાઇક ચાલકનું મોત થયુ હતું. બાઇક ચાલક ફુડ ડિલિવરી બોય તરીકે ઓનલાઇન કંપનીમાં કામ કરતો હતો.

મળતી વિગતો અનુસાર તાંદલજા વિસ્તારમાં રમઝાન પાર્કમાં રહેતો અફઝલ મુખ્તાર શેખ (ઉ.૨૨) ઓનલાઇન ફુડ ઓર્ડર કરવા માટેની કંપની 'સ્વિગી'માં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ગુરૃવારે રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં તે પંચવટી વિસ્તારમાં ફુડ ડિલિવરી માટે ગયો હતો. જે બાદ પંચવટી કેનાલ રોડ પર કોઇ વાહને અડફેટમાં લેતા તે રોડ પર પટકાયો હતો અને માથામાં ગંભીર ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયો હતો. રોડ પર રાત્રે અવર જવર ઓછી હોય છે એટલે અકસ્માતના થોડા સમય બાદ ત્યાંથી પસાર થતા કોઇ રાહદારીએ લોહીથી લથપથ યુવકને રોડ પર બેભાન પડેલો જોયો હતો તેની બાજુમાં હોન્ડા સ્પ્લેન્ડર બાઇક પણ પડી હતી. રાહદારીએ તુરંત ૧૦૮નો સંપર્ક કર્યો હતો.

 

 

(6:41 pm IST)