Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

વડોદરાના ભાયલીમાં પાઈપલાઈન નાખતી વેળાએ માટી ધસી પડતા વેલ્ડરનું નીચે દબાઈ જતા મોત

વડોદરા:શહેરના નવા વિકસીત ભાયલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાણીની ૧૫૦ એમએલડી પાઇપ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ભાયલી સ્વામિનારાયણ મંદિર સામે રોડ પર આજે પાઇપ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતુ દરમિયાન માટી ધસી પડતા તેની નીચે દબાયેલા વેલ્ડરનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

ભાયલી વિસ્તારમાં પાઇપ લાઇન નાખવાની કામગીરી કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સ દ્વારા થઇ રહી છે. આજે બપોરે સ્વામિનારાયણ મંદિર સામે રોડ પર કામગીરી ચાલી રહી હતી. પાઇપ લાઇન નાખવા માટે રોડમાં ખોદવામાં આવેલી કેનાલમાં પાઇપ લાઇનને જોઇન્ટ કરવા માટે મુળ ઝારખંડનો રહેવાસી વિક્કી રામેશ્વર યાદવ વેલ્ડિંગ કરી રહ્યો હતો દરમિયાન ખોદાયેલી કેનાલની એક બાજુની માટી ધસી પડી હતી. વિક્કી તેની નીચે દટાઇ ગયો હતો.

(6:40 pm IST)
  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST

  • જૂનાગઢ પોલીસને મોટી સફળતા ;બેહોશીની દવાઓ પીવડાવીને ગુજરાત,રાજસ્થાન અને મહારષ્ટ્રમાં અનેક ચોરી અને લૂંટને અંજામ આપનારા શખ્શ હાજી હાસનને રાજસ્થાનથી ઝડપી લેવાયો :ભાવનગર વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયો :22 ગુન્હા પરથી પડદો ઉંચકાયો access_time 7:50 pm IST