Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સુરતમાં મંદીના કારણે પાલીશ્ડના ભાવમાં ઘટાડો આવતા હીરાઉદ્યોગમાં ભીંસ આવી

સુરત:મોટી મોટી પેઢીઓ કાચી પડવાની ઘટનાઓ એક બાજુ બની રહી છે,તો બીજી બાજુ મંદીને કામકાજ સુસ્ત છે ત્યાં પાલીશ્ડના ભાવમાં થી ટકાનો ઘટાડો આવતા હીરાઉદ્યોગ ભીંસમાં મુકાયો છે. ડોલર પણ તૂટી રહ્યો હોવાથી તૈયાર સ્ટોકમાં ભાવની નુકસાની સહન કરવી પડી રહી છે. પોલીશ્ડના ભાવ તૂટવાને કારણે બજારની સ્થિતિ વધુ ખરાબ થવાની ભીતિ છે.

રફોનુ કામકાજ કરતા વેપારી કીત શાહે જણાવ્યું કે, પોલીશ્ડના ભાવમા ચારથી પાંચ ટકાનો ઘટાડો આવ્યો હોવાથી વધુ નુકસાન સહન કરવાનું આવશે.હીરા બજારની પરિસ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને મોટી મોટી પેઢીઓના ઉઠમણાની કે નાદારી નોંધાવવાની વિગતો બહાર આવી રહી હોવાથી વાતાવરણ વધુ ડહોળાઈ  રહ્યું છે. હવે પોલીશ્ડના ઊંચા માલમાં ભાવોમાં ઘટાડાથી પરિસ્થિતિ ઓર બગડશે.

(6:37 pm IST)