Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

વાપીના ઇમરાનનગરમાં સુરતના વેપારીએ બોગસ વીલના આધારે સેલટેક્ષ વિભાગને 2.21 કરોડનો ચૂનો ચોપડ્યો

વાપી: શહેરના ઈમરાનનગરમાં ઓફિસ ધરાવતા મૂળ સુરતના વેપારીએ વર્ષ-૨૦૧૨-૧૩માં સેલ્સટેક્ષ વિભાગને રૂ.૨.૨૧ કરોડનો ચુનો ચોપડયો છે. વાપીમાં ભાડા પર ઓફિસ રાખી કોઈપણ જાતનું ખરીદ-વેચાણ કર્યા વગર ખોટા દસ્તાવેજોના આધારે ઓનલાઈન પત્રકો ભરી માત્ર બોગસ બિલિંગ કરી ખોટી ક્રેડિટ મેળવી હોવાનું ધ્યાને આવતાં સેલ્સટેક્ષ વિભાગે વેપારી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

સુરતના ગોપીપુરા ખાતે રહેતા આરીફ અહમદ શેખે વાપીના ઈમરાનનગર સ્થિત શોપર્સ સ્ટોપ બિલ્ડીેંગમાં ધંધાનું સ્થળ દર્શાવી મૈત્રી ટ્રેડર્સના નામે સેલ્સટેક્સ અને સીએસટી નંબર મેળવ્યા હતા. મૈત્રી ટ્રેડર્સના નામે લોખંડ સ્ક્રેપ અને કેમિકલ તેમજ પેકિંગ મટિરિયલ્સનું ખરીદ-વેચાણનો વ્યવસાય દર્શાવવામાં આવ્યો હતો. 

(6:34 pm IST)