Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સુરતના કાપોદ્રામાં પ્રેમલગ્ન કરી છુટા પડ્યા બાદ યુવકે પૂર્વ પત્નીનું અપહરણ કરી ગોંધી રાખતા ગુનો દાખલ

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક યુવતીએ અમરેલીના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં છુટાછેડા થતાં તે પિયર રહેવા આવી ગઈ હતી. જોકે , એક માસ અગાઉ વેલેન્ટાઇન ડે ના દિવસે તેનો ભૂતપૂર્વ પતિ મિત્ર સાથે આવ્યો હતો અને બળજબરીથી એક્ટિવા ઉપર બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો. શરૂઆતમાં યુવતીના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજમાં અપહરણ થયું હોવાનું બહાર આવતા કાપોદ્રા પોલીસે ગતરોજ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા કલાકુંજ સોસાયટી વિસ્તારમાં રહેતી એક યુવતીએ અમરેલી સાવરકુંડલાના ગાધડકા ગામે રહેતા અને બેકાર ૨૨ વર્ષીય અંકેશ ગોરધનભાઈ ફિણવીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં છૂટાછેડા થતાં યુવતી સુરત ખાતે પિયરમાં રહેવા આવી ગઈ હતી. દરમિયાન એક માસ અગાઉ વેલેન્ટાઈન-ડેના દિવસે યુવતી અચાનક ગુમ થઈ જતાં તેના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.અંગેની તપાસ પીએસઆઇ જી રબારીએ શરૂ કરી હતી.

(6:33 pm IST)