Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

આખુ ડાકોર સીસીટીવી કેમેરાથી સજ્જ, યાત્રિકોની સુરક્ષા માટે ચેતક કમાન્ડો

પૂનમના મેળા સંદર્ભે સજ્જડ પોલીસ બંદોબસ્તઃ યાત્રિકો જરૂર પુરતો સામાન લઈ જાય : ૧૭ ડીવાયએસપી, ૩૫ પી.આઈ., ૯૫ પી.એસ.આઈ, ૭૫૦ હોમગાર્ડઝ ખડેપગેઃ વી.જે. રાઠોડ

ગાંધીનગર, તા. ૧૬ : ખેડા જિલ્લામાં ડાકોર ફાગણી પૂનમના મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ૧૭ ડી.વાય.એસ.પી. ૩૫ પી.આઇ., ૯૫ પી.એસ.આઇ., ૮૦૦ પોલીસ કોન્સ્ટેબલ, ૭૫૦ હોમગાર્ડસ સહિત ચેતક કમાન્ડો અને એસ.આર.પી.ની પાંચ કંપની તૈનાત કરવામાં આવી હોવાનું કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્યું હતું

ડાકોર ફાગણી પૂનમ નિમિતે યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્ઘારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વી.જે.રાઠોડે જણાવી ઉમેરેલ કે  પદયાત્રીઓના તમામ રૂટ ઉપર ૨૭ પોલીસ સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. સમગ્ર ડાકોર શહેરને સી.સી.ટી.વી. કેમેરાથી સજજ કરવા સાથે નેત્ર પ્રહરી પોલીસ વાહનો રાઉન્ડ ધી કલોક શંકાસ્પદ પ્રવૃતિઓ ઉપર બાજ નજર રાખી યાત્રિકોની સુરક્ષા કરશે. આ ઉપરાંત યાત્રિકોની સુરક્ષા માટે દ્યોડેસવાર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.

પોલીસ વિભાગ દ્ઘારા ૭૨૧૧૧ ૩૪૭૭૭ઙ્ગ વોટસઅપ નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેના પર દર્શનાર્થીઓ, ગુમ થયેલ બાળકો અંગેની ફરિયાદ કરી શકશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્ઘારા ડાકોર મેળા-૨૦૧૯ ફેસબુક એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું જેના પર યાત્રિકો પોતાના પ્રતિભાવો આપી શકશે. ડાકોર મંદિર આવતા પદયાત્રિકો તેમજ દર્શનાર્થીઓને શ્રધ્ધાળુઓની બેગેજનું પણ સધન ચેકીંગ હાથ ધરાશે. શ્રી રાઠોડ યાત્રિકોને પોતાની સાથે કિંમતી સામાન ન લાવવા અને ઓછું લગેજ લાવવા અનુરોધ કર્યો છે.

ડાકોર ફાગણી પૂનમ નિમિત્ત્।ે ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. 

ડાકોરમાં ફાગણી પૂનમના મેળા નિમિત્ત્।ે ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેના ટેલીફોન નંબર નીચે મુજબ છે.

(૧) કલેકટર કચેરી, નડિયાદ (ડીઝાસ્ટર શાખા) ટે.નં.-૦૨૬૮-૨૫૫૩૩૫૬/૨૫૫૩૩૫૭/૨૫૫૩૩૫૮(ફેકસ)

(૨)ઙ્ગ ડાકોર ખાતેના કંટ્રોલ રૂમ – ડાકોર મંદિર-૦૨૬૯૯-૨૯૦૭૭૭/૨૯૧૭૭૦ પોલીસ તંત્રનો કંટ્રોલ રૂમ, ડાકોર-૦૨૬૯૯-૨૪૬૦૦૩/૨૪૬૦૦૬

(૩) ખાત્રજ ચોકડી કંટ્રોલ રૂમ- ૦૨૬૯૪-૨૪૪૩૬૬ડાકોર.

(4:08 pm IST)