Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રાજયસભામાં બે બેઠકો મેળવવા કોંગીએ ધારાસભાની પેટાચૂંટણીમાં ઓછામાં ઓછી ૩ બેઠકો જીતવી જરૂરી

ગુજરાતનું પેટાચૂંટણીનું પરિણામ ૧ વર્ષ પછીની રાજયસભાની ચૂંટણી પર અસરકર્તાઃ એપ્રિલ ર૦ર૦માં શંભુપ્રસાદ, ચુનીભાઇ, લાલસિંહ અને મધુસુદન મિસ્ત્રી નિવૃત થશે

રાજકોટ, તા. ૧૬ :. ગુજરાતમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા અને એક ધારાસભ્ય ગેરલાયક ઠરવાથી ૫ બેઠકોની પેટાચૂંટણી ૨૩ એપ્રિલે યોજવાનું ચૂંટણી પંચે જાહેર કર્યુ છે. આ ૫ બેઠકોના પરિણામથી રાજ્યમાં સત્તા ક્ષેત્રે કોઈ ફર્ક પડનાર નથી પરંતુ આવતા વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં તેની અસર જરૂર પડશે. કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી તથા ભાજપના શંભુપ્રસાદ ટુંડીયા, ચુનીભાઈ ગોહેલ અને લાલસિંહ વડોદરીયાની રાજ્યસભાની મુદત ૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ પુરી થઈ રહી છે. તેની ચૂંટણી માર્ચ ૨૦૨૦માં આવવા પાત્ર છે.

૨૦૧૪માં તે વખતની ધારાસભાની સ્થિતિ મુજબ એક બેઠક કોંગ્રેસને અને ૩ બેઠક ભાજપને મળી હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનું સંખ્યા બ ળ વધતા રાજ્યસભાની ૪ પૈકી ૨ બેઠકો મળવાના સંજોગો થયેલ. જાણકારોના કહેવા મુજબ રાજ્યમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો હોવાથી ચૂંટણી પંચની ફોર્મ્યુલા મુજબ તેને ૫ વડે ભાગતા ૧ બેઠક જીતવા માટે ઓછામાં ઓછા ૩૭ મતની જરૂર પડે. કોંગ્રેસ પાસે ૭૪ ધારાસભ્યો અકબંધ રહે તો રાજ્યસભાની ૨ બેઠકો જીતી શકે તેમ છે નહિતર ૧ બેઠકથી સંતોષ માનવો પડશે. હાલ કોંગ્રેસ પાસે ૭૧ ધારાસભ્યો છે. રાજ્યસભામાં ૨ બેઠકો મેળવવા માટે પેટાચૂંટણીમાં ઓછામાં ઓછી ૩ બેઠકો મેળવવી જરૂરી છે.

આજની સ્થિતિએ ધારાસભામાં ભાજપના ૧૦૦, કોંગ્રેસના ૭૧, ત્રણ અપક્ષ, બે છોટુભાઈ વસાવાની પાર્ટીના અને ૧ એનસીપીના સભ્ય છે. ૫ બેઠકો ખાલી પડી છે તેના માટે પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જો કોંગ્રેસ ૫ પૈકી ધારાસભાની ૩ થી વધુ બેઠકો હારે તો રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સિવાયની અન્ય પાર્ટીના ધારાસભ્યો અને અપક્ષોની ભૂમિકા નિર્ણાયક બનશે.(૨-૧૧)

ધારાસભાની

આજની સ્થિતિ

ભાજપ  ૧૦૦

કોંગ્રેસ  ૦૭૧

અપક્ષ  ૦૦૩

બીટીપી ૦૦ર

એન.સી.પી.     ૦૦૧

ખાલી બેઠકો    ૦૦પ

કુલ     ૧૮ર

રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી હોય તો એક બેઠક જીતવા ચૂંટણી પંચની ફોર્મ્યુલા મુજબ ૧૮ર ના પાંચ  ભાગ કરતા ઓછામાં ઓછા ૩૭ મત જરૂરી

(3:49 pm IST)
  • રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેઁશવાડી ગામે ઘટના : સેન્ટરીંગ અને મિક્સર મશીનનો સામાન ભરીને જતી વખતે અને શ્રમજીવીઓ ને લઈ જતો ટેમ્પો પલ્ટી માર્યો :એક શ્રમજીવી મહીલા ઘટના સ્થળે નું મોત નિપજયું : અન્ય 6 મજૂરો ઘાયલ : 4 મજૂરો ને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા: 2 મજૂરો ને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહયા છે access_time 2:10 pm IST