Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભગવાન બધાની ઈચ્છા પૂરી નથી કરી શકતા તો એક સાંસદ કેવી રીતે કરી શકે ?; ભાજપ સાંસદ્દ મહેશ શર્મા

બુલંદશહરઃ ભાજપના સાંસદ અને કેન્દ્રીય પર્યટન રાજ્ય મંત્રી મહેશ શર્માનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.આ  વીડિયોમાં તેઓ ભગવાન પર ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે જ્યારે ભગવાન બધાની ઈચ્છા પૂરી નથી કરી શકતા તો એક સાંસદ કેવી રીતે કરી શકે છે.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો સિકન્દ્રાબાદના ભજનલાલ મંદિરમાં આયોજિત કાર્યકર્તાઓ સાથેની બેઠકનો છે. વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે 'મારો નિવેદનનો ખોટો મતલબ કાઢવમાં આવી રહ્યો છે. મારો કહેવાનો મતલબ હતો કે ભગવાન માણસને સો ટકા સંતુષ્ટ નથી કરી શકતો અને અમે તો છતાં માણસ છીએ.'

    લોકસભા ચૂંટણી 2019ની તારીખના એલાનની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. તારીખના એલાનની સાથે જ બધી પાર્ટીઓના નેતા પોતપોતાના વિસ્તારમાં સક્રિય થઈ ગયા છે. આની સાથે જ કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા ગુરુવારે સિકન્દ્રાબાદ ક્ષેત્રના ભજનલાલ મંદિરમાં કાર્યકર્તાઓ, સમર્થકો અને વ્યાપારીઓને સંબોધિત કરી રહ્યા હતા.

(1:57 pm IST)