Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સુરતના પાંડેસરામાં જમવા બાબતે ઝઘડો થતા દારૂના નશામાં પતિએ ચપ્પુ વડે હુમલો કરતા પત્નીનું મોત

જમવા બાબતે ઝઘડો થતા રોષે ભરાઈને પતિ ચપ્પુ લઈને તૂટી પડ્યો

સુરતના પાંડેસરામાં  જમવા બાબતે ઝગડો થતા દારૂના નશામાં પતિએ પત્ની પર  ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા પત્નિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

 આ અંગેની વિગત મુજબ સુરતના પાંડેસરા સ્થિત ગોલ્ડન આવાસમાં રહેતા કાલુ શેખ તેની પત્ની ખુશ્બુ અને બાળકો સાથે રહેતો હતો દરમ્યાન રાત્રીના સમયે જમવા બાબતે પત્ની સાથે કાલુ શેખનો ઝગડો થયો હતો રોષે ભરાયેલા કાલુ શેખે તેની જ પત્ની પર ચપ્પુ લઈ તૂટી પડ્યો હતો દારૂના નશામાં પોતાની જ પત્ની પર ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકતા પત્ની ખુશ્બુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

  આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને લોક ટોળું એકત્ર થઈ ગયું હતું બીજી તરફ બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ સહિત ઉચચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઘટના સ્થળે થી કાલુ શેખની ધરપકડ કરી હતી હાલ મરનાર ખુશ્બુની લાશને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 
(1:42 pm IST)