Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

જેન્તી ભાનુશાલી હત્યામાં છબીલ સિવાય બીજા કોને રસ હતો ? ૨૨ મુદ્દાની તપાસ

છબીલ અને તેના દીકરા સિધ્ધાર્થના બેંક એકાઉન્ટ દ્વારા શાર્પ શૂટરોને પૈસા ચૂકવાયા ? છબીલના મોબાઇલ ફોન દ્વારા વાયરલ થયેલા કલીપીંગ્સ કોને કોને મોકલાયા ? હત્યામાં મનીષા, સુરજીત સાથે છબીલની ભૂમિકા

ભુજ તા. ૧૬ : જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલની ધરપકડ બાદ તેની વધુ પૂછપરછ માટે તેને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. હત્યા બાદ ૬૫ દિવસે પોલીસના હાથમાં આવેલા છબીલ પટેલ બબ્બે વખત ધારાસભ્ય રહી ચૂકયા હોવા છતાં પણ પોતાના દેશના કાયદાથી બચવા ભગત રહ્યા અને અંતે સરકાર તેમજ પોલીસની ભીંસ વધ્યા બાદ શરણે આવ્યા. જોકે, અંતે તો કોઈ પણ ગુનેગાર કરતા કાયદાના હાથ લાંબા હોય છે, એવું જ છબીલનું થયું અને તેણે અમેરિકાના ન્યુજર્સીથી ફરી અમદાવાદની વાટ પકડી અને પોલીસનું શરણું સ્વીકાર્યુ. પોલીસે અમદાવાદ એરપોર્ટ ઉપર થી તેની અટક કર્યા બાદ પ્રાથમિક પૂછપરછ કરી તેની વિધિવત ધરપકડ કરી વધુ ઝીણવટભરી તપાસ માટે ૧૪ દિ' ના રિમાન્ડની માંગણી સાથે છબીલને ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો.ઙ્ગ

જાણો ભચાઉ કોર્ટમાં શું થયું?

પોલીસ દ્વારા છબીલની પૂછપરછ કરવા માટે ૧૪ દિવસના રિમાન્ડની માંગણીના સંદર્ભ માં એવી દલીલ કરાઈ હતી કે જેન્તી ભાનુશાલીની હત્યા કેસની ઝીણવટભરી તપાસ માટેઙ્ગ ૨૨ જેટલા મુદ્દાઓના જવાબ મેળવવા છબીલની ઘનિષ્ઠ તપાસ કરવી જરૂરી છે. કોર્ટ દ્વારા પોલીસની માંગણીના જવાબમાં ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આ ૨૨ મુદાઓની વાત કરીએ તો, જેન્તી ભાનુશાલી હત્યા કેસની તપાસમાં છબીલની પ્રાથમિક પૂછપરછ પછી એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો છે. જેના મૂળ માં પોલીસ જવા માંગે છે. એ ટર્નિંગ પોઇન્ટ એ છે કે, છબીલ ની પાછળ પણ બીજું કોઈ એવું મોટું માથું છે કે, જેને જેન્તી ભાનુશાલીની હત્યા માં રસ હતો. આ બીજું મોટું માથું કોણ? જે શાર્પ શૂટરો સાથે જેન્તી ભાનુશાલીની હત્યા માટે ૩૦ લાખ રૂપિયામાં સોદો કરાયો હતો તે રકમ ચૂકવવા માટે અન્ય કયા મોટા માથાએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી? મનીષા ગોસ્વામી અને છબીલની મુલાકાત કોણે ગોઠવી? સુરજીત ભાઉ સાથે છબીલ ની ઓળખ કોણે કરાવી? કોના કહેવાથી જેલમાં રહેલ મનીષાની સાથે છબીલે મુલાકાત કરી? વિશાલ કામ્બલે, શશીકાંત કામ્બલે, અશરફ શેખ સાથે જેન્તીભાઈની હત્યા માટે છબીલે મુલાકાત કરી તે વિશે બીજા કોને જાણકારી હતી? અને શખ્સની ભૂમિકા શું હતી?

મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ, છબીલ પટેલની સાથે જેન્તી ભાનુશાલીની હત્યા કરવાના ષડ્યંત્ર વિશે અન્ય કોને જાણકારી હતી? હત્યાના બનાવ બાદ કોણે છબીલ અને સિદ્ઘાર્થને પોલીસ સમક્ષ હાજર થતા રોકયા અને ભાગતા રહેવાની સલાહ આપી? શાર્પ શૂટરોને હત્યા માટે જે રૂપિયા આપવામાં આવ્યા હતા તે રૂપિયા અંગે છબીલ અને તેના પુત્ર સિદ્ઘાર્થ ના બેંક એકાઉન્ટ ની તપાસ કરવી. તેમ જ હત્યા પ્રકરણમાં મનીષા ગોસ્વામી અને તેના પુરુષ મિત્ર સુરજીત ભાઉ ની છબીલ સાથે શુ ભૂમિકા હતી? છબીલ પટેલના મોબાઈલ દ્વારા જે કલીપીંગ્સ વાયરલ કરાયા હતા તે કઈ કઈ જગ્યાએ વાયરલ થયા હતા? જેન્તી ભાનુશાલીની હત્યા પછી મસ્કત અને અમેરિકા માં છબીલ કયાં રોકાયો અને તે દરમ્યાન તેણે ભારતમાં કોની કોની સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો? ૬૫ દિવસની લાંબી ભાગદોડ બાદ કાયદાને શરણે આવેલા છબીલની પૂછપરછ માટે પોલીસને મળેલા ૧૦ દિવસના રિમાન્ડ બાદ તેની તપાસમાં શુ બહાર આવે છે અને શું નવા કડાકા ભડાકા થાય છે તેના ઉપર હવે સૌની નજર છે.

(10:28 am IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST