Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

લોકરક્ષક દળની પરીક્ષામાં ફરી વિવાદ ;પેપરલીક બાદ હવે શારીરિક કસોટીમાં ગેરરીતિના આક્ષેપથી ખળભળાટ

LRDની શારીરિક પરીક્ષામાં અન્યાય :ભાવનગરના 8 જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી

 

લોકરક્ષક દળની પરીક્ષા ફરી વિવાદમાં સપડાઈ છે પહેલા પેપર લીક બાદ હવે શારીરિક કસોટીમાં ગેરરીતિના આક્ષેપ થયા છે અને મામલે ભાવનગરના 8 જેટલા ઉમેદવારોએ શારીરિક પરીક્ષામાં ખોટી રીતે નાપાસ કર્યાનો આરોપ લગાવી હાઇકોર્ટમાં અરજી કરી છે

 

    મળતી વિગત મુજબ LRDની લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી વિવાદમાં આવી છે. તાજેતરમાં લેવાયેલ શારીરિક પરીક્ષામાં  ભાવનગરના 8 જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી કે તેમની સાથે અન્યાય થયો છે. થોડા સમય પહેલા લેવામાં આવેલી લોકરક્ષક દળની શારીરિક પરીક્ષામાં તેઓ લાયક હોવા છતા તેઓને નાપાસ કરવામાં આવ્યા છે.
  
અત્રે ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળની પરીક્ષાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી પહેલા પેપર લીક થયું અને લાખો વિદ્યાર્થીની મહેનત પર પાણી ફરી ગયું, જો કે સરકાર તાત્કાલિક નિર્ણય લઇને ફરી પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો, પરંતુ હવે શારીરિક કસોટીમાં પણ ગેરરીતિના આરોપથી ભારે ચર્ચા જગાવી છે

(1:25 am IST)
  • અમદાવાદમાં બાકીદારો ઉપર તૂટી પડતું મ્યુનિસીપલ કોર્પોરેશનઃ ૧૨૦૦ મિલ્કતો સીલઃ છેલ્લા ત્રણ દિવસમાં ૩ હજારથી વધુ મિલ્કતો સીલઃ અમદાવાદ કોર્પોરેશનને આ વર્ષે ૭૯૬ કરોડની આવકઃ ૯૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર મકકમ access_time 3:24 pm IST

  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII (AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http:// aibe13. allindiabarexamination. com/result. aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST

  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST