Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સુરતના અમરોલીમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર :

ઘરમાં સુતરલી બાળકીને ઊંચકીને ઝાડી ઝાંખળામાં લઇ જઈને પીંખી નાખી

સુરતના અમરોલી વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો કિસ્સો બહાર આવ્યો છે આઠ વર્ષની  બાળકી ઘરમાં સૂતી હતી તે દરમિયાન ઉંચકી જઈને ઝાડી ઝાંખરામાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હાલ બાળકીને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અમરોલી પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

   સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ૩ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતાં સુરત શહેરની બદસૂરત સામે આવી રહી છે. આ અગાઉ સચિન વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે અમરોલીમાં વધુ એક ઘટના સામે આવી છે હાલ પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(8:42 am IST)