Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે દિ'માં 13 જેટલા પેસેન્જરો પાસેથી 7 કિલો સોનુ પકડ્યું

કેરિયરો કપડા, મોજા, ટ્રાઉઝર, જેકેટ્સ, જીન્સ, અન્ડર ગારમેન્ટમાં સોનુ સંતાડીને દાણચોરી કરતા હતા.

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી વધી રહી છે. અમદાવાદમાં એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા કેરિયરો નવી-નવી ટેકનિક અપનાવીને ભારતમાં સોનું લાવવાનો પ્રયાસ કરે છે. અવારનવાર અમદાવાદના એરપોર્ટ પર પેસેન્જરો સોનામાં લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાય છે. કસ્ટમ વિભાગની સતર્કતાના કારણે કેરિયરો દાણચોરી કરવામાં સફળ થતા નથી અને અગલ-અલગ પેંતરાઓથી લાવવામાં આવેલુ સોનુ કસ્ટમ વિભાગની સક્રિય કામગીરીના કારણે પકડાય છે. ત્યારે કસ્ટમ વિભાગે અલગ-અલગ રીતે સોનુ લાવતા 13 પેસેન્જરોને ઝડપી પાડીને તેમની પાસેથી 7 કિલો 24 કેરેટ સોનું જપ્ત કર્યું હતું.

              રિપોર્ટ અનુસાર અમદાવાદ એરપોર્ટ પર 7 અને 8 ફેબ્રુઆરીની રાત્રી દરમિયાન કુવેત, શારજાહ, દુબઈ, દોહા અને બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા કેટલાક મુસાફરો  પાસે સોનુ હોવાની માહિતી કસ્ટમ વિભાગને મળી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓ આ ફ્લાઈટમાંથી આવતા તમામ મુસાફરોની તપાસ કરીને 13 જેટલા પેસેન્જરની પાસેથી 3.06 કરોડ રૂપિયાનું 7 કિલો 24 કેરેટ સોનું ઝડપી પાડ્યું હતું. સોનાની દાણ ચોરો કરતા કેરિયરો કપડા, મોજા, ટ્રાઉઝર, જેકેટ્સ, જીન્સ, અન્ડર ગારમેન્ટમાં સોનુ સંતાડીને દાણચોરી કરતા હતા.

(11:44 pm IST)