Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

રાજપીપળા હીરાફળિયાના સુનિલભાઈ વસાવા ગુમ થતા શોધખોળ

સુનિલભાઈ વસાવાની કોઈને પણ ભાળ મળે તો રાજપીપળા પો.સ્ટે.નો સંપર્ક કરવા અનુરોધ

રાજપીપળા : રાજપીપળા હીરાફળિયામાં રહેતા સુનિલભાઈ ઉમંગભાઈ વસાવા (૪૭)નામના વ્યક્તિ ગત તારીખ ૧૫ ફેબ્રુઆરી ના રોજ પોતાના ઘરે થી એક્ટિવા ગાડી નં.GJ-22 F 448 લઈને હું હમણાં આવું છે તેમ તેમની પત્ની અનિતાબેનને કહી કયાંક જતા રહ્યા છે.તેમનું એકટીવા રાજપીપળા બસ સ્ટેશનની અંદર પાર્ક કરેલ હાલતમાં મળી આવ્યું હતું પરંતુ તેમનો ક્યાંયે પત્તો ન લાગતા આખરે તેમની પત્ની અનિતાબેને રાજપીપળા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે શોધખોળ માટે ના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 જો આ ફોટા વાળા સુનિલભાઈ વસાવાની કોઈને પણ ભાળ મળે તો રાજપીપળા પો.સ્ટે.નો સંપર્ક કરવા પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

(10:24 pm IST)