Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

દાંડીકૂચઃ ઈન્ટરનેશનલ રેસર મીરા એરડાનાં નેતૃત્વમાં સુરતની 35 મહિલાઓ BMW કાર લઈને દાંડી પહોંચશે

નિમાયા હેલ્થ વુમન કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ અંતર્ગત દાંડી તરફ પ્રસ્થાન

સુરત: નિમાયા હેલ્થ વુમન કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ અંતર્ગત સવારે 7.30 કલાકે ડુમસ રોડ સ્થિત બીએમડબ્લ્યુ શો રૂમ ખાતેથી 35 મહિલાઓએ પોતાની BMW કારમાં સવાર થઇને દાંડી તરફ પ્રસ્થાન કર્યુ હતુ. નેશનલ ફોર્મ્યુલા-ફોરની ઇન્ટરનેશનલ રેસર મીરા એરડાએ આ ઇવેન્ટનું નેતૃત્ત્વ કર્યુ હતું.

     વડોદરાનાં 20 વર્ષીય રેસર મીરા એરડાએ કહ્યું કે ઘણાં લોકોએ એમ કહીને મારી મજાક ઉડાવી હતી કે,'જુઓ એક ગુજરાતી છોકરી રેસમાં તેના પિતા સાથે આવી છે'. કેટલાકે એવું કહ્યું કે થોડા દિવસો માટે કરશે અને પછી ચાલી જશે. જોકે, મારાં ડ્રાઇવિંગના ઉત્સાહને મારાં પપ્પાએ મને ટેકો આપ્યો હતો અને ટીકાકારોને અવગણવાનું કહ્યું હતું, જેને કારણે આજે હું એક અલગ મુકામ પર આવી શકી છું. મને એનો ગર્વ છે. નારી શક્તિ કોઇપણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવા સક્ષમ છે.

   ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આઝાદીના આંદોલન વખતે બ્રિટિશ હકૂમત વિરુદ્ધ મીઠાના સત્યાગ્રહ માટે અમદાવાદથી પગપાળા દાંડી કૂચ કરી હતી. એ પછી પણ ઘણા ગાંધીપ્રેમીઓએ અવારનવાર વિવિધ સ્થળોએથી આ પ્રકારે દાંડીકૂચ કરતા રહ્યાં છે, પણ સુરતમાંથી પ્રથમવાર બીએમડબલ્યુ કાર-કાફલા દ્વારા અનોખી દાંડીકૂચ યોજાઈ

(6:59 pm IST)