Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

એક હજારથી વધુ આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા : તિર કામઠા સાથે સરકારનો હુરિયો

અનુસૂચિત જાતિના ખોટા પ્રમાણપત્રો આપનાર અને લેનાર સામે ગુનો દાખલ કરવા માંગ

ગાંધીનગરમાં એક પછી એક આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે એક હજારથી વધુ આદિવાસી લોકો ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે અને તિર કામઠા સાથે સરકારનો હુરિયો બોલાવી અનુસૂચિત જાતિના ખોટા પ્રમાણપત્રો આપનાર અને લેનાર સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે.

 આદિવાસી નૃત્ય કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.  વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ છે. આદિવાસી લોકોએ સરકારને 26 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર નહી સાંભળે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી સમાજ ના લોકો દ્વારા તિર કામઠાં તૈયાર કરવામાં આવ્યા છે. 15 થી 16 હજાર જેટલા તિર કામઠાં તૈયાર કરવામાં આવ્યા છે. સરકાર નહી સાંભરે તો તિર કામઠાં સાથે રસ્તા ઉપર લોકો ઉતરી પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(6:09 pm IST)