Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

યુવા ટ્રેનર હર્ષ પટેલે પ્રથમ નંબરે "વિજયપદ્મ" જીતીને વિરમગામનું ગૌરવ વધાર્યું

અમદાવાદની એલ.ડી આર્ટસ કોલેજ ખાતે "મહાદેવભાઈ દેસાઈ વિજયપદ્મ વકતૃત્વ સ્પર્ધા" યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :જ્યારે તમામ જગ્યાએ ગાંધીજીના 150 માં  વર્ષની ઉજવણી ચાલી રહી  છે  ત્યારે હર હમેશ ગાંધીજીની સાથે રેહના મહાદેવભાઈ દેસાઈ જેમને ડુંગળી ચોરનું બિરુદ મળેલું એમના માનમાં અમદાવાદ ની એલ.ડી આર્ટસ કોલેજ ખાતે 67 વર્ષ થી ચાલી આવતી "મહાદેવભાઈ દેસાઈ વિજયપદ્મ વકતૃત્વ સ્પર્ધા"માં આ વર્ષે વિરમગામના  યુવા ટ્રેનર હર્ષ પટેલે પ્રથમ નંબરે "વિજયપદ્મ"  જીતીને વિરમગામ નું ગૌરવ વધાર્યું હતું

 હર્ષ પટેલે અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીની યુથ ફેસ્ટીવલ માં પણ ઝોનલ અને ઇન્ટર ઝોનલ કક્ષાએ વિજય પ્રાપ્ત કરેલ છે, અને  youth Parliament મેંમ્બર તરીકે પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કરેલ હતુ.

(4:47 pm IST)