Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

નિકોલ : સવા કરોડના દાગીના લૂંટ કેસમાં એકની ધરપકડ થઇ

૮૭.૩૮ લાખના દાગીના રિકવર કરી લેવાયા : લૂંટ કેસમાં ફરાર રહેલા અન્ય ત્રણ આરોપીઓની વ્યાપક શોધખોળ : એકની ધરપકડ બાદ તપાસને વધુ તીવ્ર કરાઈ

અમદાવાદ,તા. ૧૫ : ગત તા.૩૦મી જાન્યુઆરીએ સાંજે નિકોલ વિસ્તારમાં એક જ્વેલર્સ પાસેથી સવા કરોડની કિંમતના ત્રણ  કિલો સોનાની સનસનાટીભરી લૂંટ પ્રકરણમાં પોલીસે નિખિલ રાઠોડ નામના એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.૮૭.૩૮ લાખની કિંમતના દાગીના પણ રિકવર કર્યા હતા. જો કે, પ્રકરણમાં હજુ પણ ત્રણ આરોપીઓ ફરાર છે. ગત મહિને નિકોલમાં જવેલર્સ એક શોરૂમ નજીક જવેલર્સ પાસેથી સવા કરોડના દાગીનાની લૂંટ ચલાવીને બે બાઈકસવાર લૂંટારાઓ ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. મામલે નિકોલ પોલીસ, ડીસીપી ઝોન- અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. ત્યાર લૂંટના કેસમાં એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી.

       પોલીસે લૂંટ કરનાર ગેંગના નિખિલ રાઠોડ નામના એક સભ્યની ધરપકડ કરીને રૂ ૮૭,૩૮,૭૫૦ના મુદ્દામાલ રિકવર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખોડિયાર માતાના મંદિર પાસે મુનિવર કોમ્પ્લેક્ષમાં વૈભવ લક્ષ્મી ગોલ્ડ નામની દુકાન સામે જાહેર રોડ ઉપરથી એક સ્પોર્ટ્સ મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા ઈસમો ઉવ.૩૦થી ૩૫ વર્ષના પાછળ બેઠેલા શખ્સે કાળા કલરનુ આખી બાયનુ ટોપીવાળુ જેકેટ પહેરેલું હતું. શ્રી વિકાસ ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા કેતન સોનીના હાથમાં રહેલા કાળા કલરના થેલામાં સોનાના દાગીનાઓ ભરેલી ૩૨૪૭,૫૪૦ ગ્રામ જેની કિંમત રૂ.,૩૦,૯૪,૦૮૦ હતી તે થેલો ઝુંટવીને લૂંટ કરી મોટર સાયકલ પર ભાગી ગયા હતા.

       જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. ગુનામાં પોલીસને બાતમી મળી હતી કે, નિકોલ લૂંટમાં સંડોવાયેલો આરોપીઓ પૈકીનો એક આરોપી લૂંટના સોનાના દાગીના તેની પાસે રાખ્યા છે. તેમજ નિકોલ ઠક્કરનગર બ્રિજ પાસેના સરદાર મોલમાં છે. જેને પગલે નિકોલ પોલીસ ત્યાં પહોંચીને મુદ્દામાલ સાથે નિખિલ રાઠોડ (ઉં .૩૧) (રહે. સિંગલની ચાલી. છારાનગર મોટવાણી બંગ્લાની સામે કુબેરનગર)ને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી લૂંટ પૈકીનો ૨૧૬૭.૩૫૦ ગ્રામ વજનના કિંમત રૂ.૮૭,૩૮,૭૫૦નો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. લૂંટમાં સામેલ નિખિલ રાઠોડ અગાઉ પરણ લૂંટના ગુનામાં પકડાયો હતો. શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આંગડીયા પેઢીમાં રોકડ રૂ. લાખની લૂંટમાં તે જેલની હવા ખાઈ ચૂક્યો છે. જ્યારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં તે ચેઈન સ્નેચીંગના ગુનામાં પકડાયેલો છે.

લૂંટમાં ફરાર આરોપી...

()       મનીષ ઉર્ફે મનોજભાઈ કનૈયાલાલ સેવાણી (રહે. સિંગલચાલી છારાનગર કુબેરનગર)

()       ઉતમ આત્મારામ તમંચે (રહે.સંતોષીનગર સરદારગ્રામ રેલ્વે સ્ટેશનની બાજુમાં કુબરનગર)

()       વિશાલ વિક્રમભાઈ તમંચે (રહે.કુબેરનગર સત્યનારાયણ દૂધ ઘરની સામે સરદારનગર)

(1:54 pm IST)