Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સીએમના પ્રવેશ પર લાગ્યા બેનર: ધારાસભ્ય સહિત 250 વિદ્યાર્થીઓ કાળા વાવટા ફરકાવશે

થરાદના નાગલા ગામે મુખ્યપ્રધાન વિરૂધ્ધ બેનર લાગ્યા: પાણી નિકાલ અને ગામતળ મંજૂર ન થતાં ગ્રામજનોમાં રોષ

બનાસકાંઠાના દિયોદરમાં વાવના ધારાસભ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યક્રમમા કાળા વાવટા ફરકાવશે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર 250 વિદ્યાર્થીઓ સાથે કાળા વાવટા ફરકાવશે. 250 વિદ્યાર્થીઓને તાલીમથી વંચિત રાખ્યાનો આક્ષેપ કરાયો છે

  . આવતીકાલે થરાદ સીપુ પાઇપ લાઇન યોજના અંતર્ગત મહાજનપુરા પંપીગ સ્ટેશનનો મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પ્રારંભ કરાવશે.

   બનાસકાંઠાના થરાદના નાગલા ગામે મુખ્યપ્રધાન વિરૂધ્ધ બેનર લાગ્યા છે. વર્ષ 2017 ના પૂર બાદ પુનઃવર્સન માટે મુખ્યપ્રધાને ગામમાં બાંહેધરી જઈ આપી હતી. જો કે આજ દિન સુધી નાગલા ગામના પાણી નિકાલ અને ગામતળ મંજૂર ન થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. મુખ્યપ્રધાન અને અધિકારીઓને ગામમાં પ્રવેશ ન આપવા ગ્રામજનોએ આદેશ કર્યો છે.

(10:39 pm IST)