Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

એલઆરડી અનામતનો ટૂંકમાં જ સુખદ ઉકેલ લાવવા પ્રયાસો જારી

આજે બંને પક્ષોના પ્રતિનિધિઓ સાથે સરકારની બેઠક યોજાશે : અનામત વર્ગ અને બિન અનામવર્ગની બહેનો આંદોલનને લઇ આકરા પાણીએ વરૂણ પટેલે સુખદ ઉકેલ આવવાનો આશાવાદ વ્યકત કર્યો : આજે પણ બેઠક

અમદાવાદ,તા. ૧૫ : એલઆરડી ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે રૂ થયેલો વિવાદ હજુ પણ શમવાનું નામ લેતો નથી. બે દિવસથી સતત મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે પણ બેઠકોનો દોર જારી રહ્યો હતો. સાનુકુળ ઉકેલ લાવવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. બિન અનામત વર્ગની માંગણીઓ મામલે તેમના આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાયા બાદ તેના અનુસંધાનમાં ગઇકાલે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂરૂ મળી, બિન અનામત વર્ગના આગેવાનોની રજૂઆત અને અન્ય કાયદાકીય તેમ બંધારણીય મુદ્દાઓ ઉપરાંત સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓ સહિત તમામ મુદ્દે તેમને વાકેફ કર્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો વિગતવાર ચિતાર આપ્યો હતો. દરમ્યાન આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મામલે મળ્યા હતા અને તમામ પાસાઓ પર સંવેદનશીલ મુદ્દા પરત્વે ચર્ચા વિચારણા કરી હતી. દરમ્યાન ભાજપના નેતા રૂ પટેલે ગણતરીના કલાકોમાં મામલામાં કોઇ સુખદ અને સમાધાનકારી ઉકેલ આવી જવાની આશા વ્યકત કરી હતી.

           બીજીબાજુ, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની બહેનો, બિન અનામતવર્ગની બહેનો અને આદિવાસી સમાજના આંદોલનો ગરમાયા હતા. તેઓએ વધુ મક્કમતા સાથે પોતપોતાની માંગણી રજૂ કરી સરકારને ઝડપથી સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરવા ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે તા. ઓગસ્ટ, ૨૦૧૮નો ઠરાવ સુધારવાની જાહેરાત કર્યા બાદ બિન અનામત વર્ગની ૨૫૦થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન રૂ કર્યું છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે ૬૬ દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ રૂ કર્યો છે. તેમનાં સમર્થનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા, એસપીજી પ્રમુખ લાલજી પટેલ અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો  પણ મેદાનમાં ઉતરી આવ્યા છે.

         તા. ઓગસ્ટ, ૨૦૧૮નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ ૬૬ દિવસથી અનામત વર્ગની ૧૦૦થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી છે અને ધરણાં પર બેસી ધામા નાંખ્યા છે. જેને લઇ હવે બંને પક્ષે રાજકારણ ગરમાયું છે. દરમિયાન સરકારે મોડી રાત્રે બંને પક્ષોને મળવા બોલાવ્યા હોવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરિપત્ર અને અન્ય મુદ્દા પર ચર્ચા થશે. પ્રતિનિધિઓ તરફથી પોતપોતાની રજૂઆતો કરવામાં આવશે.

(9:46 pm IST)