Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમદાવાદના છારાનગર-કુબેરનગરમાં સર્ચ ઓપરેશન : ઉચ્ચ અધિકારીઓ સહીત 300 પોલીસ જવાનો જોડાયા

અલગ અલગ ટીમ બનાવી દરોડા ;દેશી દારૂ,વોશ અને ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

 

અમદાવાદના છારાનગર અને કુબેરનગરમાં પોલીસે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને દરોડાની કાર્યવાહી કરી છે તેમજ  વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન મોટી સંખ્યામાં દેશી દારૂ, વોશ અને ઈંગ્લિશ દારૂ ઝડપાયો હતો. અલગ અલગ ટીમ બનાવી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશનમાં ACP, 4 PI, 10 PSI સહિત 300 પોલીસ જવાનો જોડાયા હતા.

(11:30 pm IST)