Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સ્‍વાઈન ફ્‌લુનો કાળો કેર જારી રહ્યો : વધુ ૯૪ કેસો

સ્‍વાઈન ફ્‌લુથી મોતનો આંકડો વધીને ૬૬ થયો : સ્‍વાઈન ફ્‌લુના મામલાની સંખ્‍યા રોકેટગતિએ વધીને હવે ૧૭૯૨ થઇ : અમદાવાદમાં સૌથી વધારે ૫૦ નવા કેસો

અમદાવાદ,તા.૧૬ : અમદાવાદ શહેર સહિત રાજ્‍યભરમાં સ્‍વાઈન ફ્‌લુનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. આજે સ્‍વાઈન ફ્‌લુના નવા ૯૪ કેસ સપાટી ઉપર આવ્‍યા હતા. બીજી બાજુ ત્રણના મોત થયા હતા. વડોદરામાં બે લોકોના મોત થયા હતા. સ્‍વાઈન ફ્‌લુના આજે જે ૯૪ કેસ નોંધાયા હતા તેમાં અમદાવાદમાં સૌથી વધુ ૫૦ કેસ જ્‍યારે સુરતમાં ૧૦ અને વડોદરામાં ૯ કેસ સપાટી પર આવ્‍યા હતા. સ્‍વાઈન ફ્‌લુને રોકવા માટે લેવામાં આવી રહેલા પગલાં બિનઅસરકારક સાબિત થઈ રહ્યા છે. રાજ્‍યમાં સ્‍વાઈન ફ્‌લુના કુલ કેસોની સંખ્‍યા રોકેટગતિએ વધી રહી છે. પહેલી જાન્‍યુઆરીથી લઈને હજુ સુધી પ્રદેશમાં સ્‍વાઈન ફ્‌લુના કેસોની સંખ્‍યા ૧૭૯૨ થઈ ગઈ છે. જ્‍યારે યોગ્‍ય સારવારના પરિણામ સ્‍વરૂપે ૧૦૫૩ જેટલા દર્દી સ્‍વસ્‍થ થઈને ધરે પરત ફરી ચુક્‍યા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્‍યા ૫૮૨ નોંધવામાં આવી છે. રાજ્‍યમાં સત્તાવાર રીતે મોતનો આંકડો ૬૬ ઉપર પહોંચી ગયો છે. અમદાવાદમાં સ્‍વાઈન ફ્‌લુનો આતંક સૌથી વધારે રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલ સુધી ૫૩૫ કેસો નોંધાયા હતા. આમાં આજે બીજા ૫૦ કેસો ઉમેરાતા સંખ્‍યા વધીને ૫૮૫ ઉપર પહોંચી ગઈ હતી. અમદાવાદમાં સ્‍વાઈન ફ્‌લુના કેસોની સંખ્‍યામાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. સ્‍વાઈન ફ્‌લુથી ગ્રસ્‍ત વિસ્‍તારોમાં સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.  આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્‍વાઈન ફ્‌લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન વિસ્‍તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્‍વાઈન ફ્‌લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્‍કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્‍યાન રાખવા માટે કહેવામાં આવ્‍યું છે. સ્‍વાઈન ફ્‌લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્‍યવસ્‍થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્‍તારમાં જુદી જુદી હોસ્‍પિટલમાં કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્‍પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્‍ય સારવાર આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સ્‍વાઈન ફ્‌લુને લઇને આંકડા જારી કરવામાં આવ્‍યા છે. છેલ્લા ૪૪ દિવસના ગાળામાં દેશભરમાં સ્‍વાઈન ફ્‌લુના કેસોની સંખ્‍યા ૯૬૦૦ સુધી પહોંચી ચુકી છે. ૩૧૫થી વધુ લોકોના મોત થઇ ચુક્‍યા છે. ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્‍યા ૧૭૯૨ થઇ છે. આમાથી મોતનો આંકડો ૬૩ ઉપર પહોંચ્‍યો છે.  જાન્‍યુઆરી મહિનામાં સ્‍વાઈન ફ્‌લુથી દર્દીઓના કેસ એકાએક વધ્‍યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સ્‍વાઈન ફ્‌લુએ વધુ વિનાશક રુપ ધારણ કર્યું હતું. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્‍યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. ૫૮૨ લોકો હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્‍યું છે. સ્‍વાઈન ફ્‌લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્‍કુલ અને કોલેજો માટે પણ આરોગ્‍ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્‍યત્ર વિસ્‍તારોમાં સ્‍વાઈન ફ્‌લુનો આતંક વધારે જોવા મળ્‍યો છે. એકલા રાજકોટમાં પહેલી જાન્‍યુઆરી બાદથી જ સ્‍વાઈન ફ્‌લુથી મોતનો આંકડો ૩૬થી વધુ થઇ ગયો છે જ્‍યારે કચ્‍છમાં મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયો નથી.

સ્‍વાઈન ફ્‌લૂનો આતંક...

અમદાવાદ, તા.૧૬ : ગુજરાતમાં સ્‍વાઈન ફ્‌લૂનો આતંક વધી રહ્યો છે.  સ્‍વાઈન ફ્‌લુનો આતંક નીચે મુજબ છે.

સ્‍વાઈન ફ્‌લૂના કુલ કેસ ૧૭૯૨થી વધુ

સ્‍વાઈન ફ્‌લૂથી મોત     ૬૩થી વધુ

સારવાર હેઠળ લોકો    ૫૮૨ાી વધુ

સ્‍વસ્‍થ થયેલા લોકો     ૧૦૫૩થી વધુ

૨૪ કલાકમાં મોત      ૦૩

૨૪ કલાકમાં કેસો       ૯૪

(8:35 pm IST)