Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

નડિયાદના ટુંડેલ નજીક અજાણ્યા વાહને યુવકને હડફેટે લેતા કમકમાટી ભર્યું મોત

નડિયાદ: તાલુકાના ટુંડેલ ગામની સીમ વિસ્તારમાં આવેલ પીજ ચોકડી પાસે નેશનલ હાઈવે નં પરથી આજરોજ સવારે વાગ્યાના અરસામાં એક અજાણ્યો ૨૫ વર્ષીય યુવક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક અજાણ્યાં વાહનની અડફેટે આવી ગયો હતો. વાહનની ટક્કર વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ વસો પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહને પી.એમ માટે મોકલી આપી મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. બનાવ અંગે માતર તાલુકાના ત્રાજમાં રહેતાં ભરતભાઈ ડાહ્યાભાઈ પટેલની ફરીયાદને આધારે વસો પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(5:49 pm IST)