Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મહુધાના ચુણેલ નજીક ખેતરોમાંથી પસાર થતા 17 હજારના વાયરોની ચોરીથી અરેરાટી

મહુધા: તાલુકાના ચુણેલ નજીક ખેતરોમાંથી પસાર થતાં એલ્યુમિનીયમના વીજવાયરોને લાઈન ઉપરથી કાપીને ચોરી કરી કોઈ અજાણ્યાં ચોર ઈસમો પલાયન થઈ ગયાં છે. બનાવ અંગે મહુધા પોલીસમાં ફરીયાદ નોંધાતાં પોલીસે એલ્યુમિનીયમ વાયરની ચોરી કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે

અંગે મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડના ઉમરેઠ ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના હળવા દબાણની ઈલેક્ટ્રિક કુવા પર જતી લાઈન ડી.પી નં. એચઆરજે ૦૪૯થી એક ગાળો છોડી ધુળાભાઈ પટેલના ખેતરથી ભોજા તલાવડી ચુણેલ સીમ જતી ઈલેક્ટ્રિક લાઈનના સાત ગાળા . કિ.મી લંબાઈના ૩૪ એમ.એમ સ્ક્વેર ઓલ એલ્યુમિનીયમ વાયર લાઈન પરથી કાપી કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયાં હતાં. જેની અંદાજીત કિંમત ૧૭,૫૩૧ની થવા જાય છે

 

 

(5:49 pm IST)