Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સુરતમાં નશાની હાલતમાં પુરઝડપે કાર ચલાવી ચાલકે બાઇકને હડફેટે લેતા હાલત ગંભીર

સુરત:ભાટપોર ગામમાં રહેતા બે શ્રમજીવી યુવાન ગતસાંજે ઓએનજીસી પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે જઇ રહેલી જેગુઆર કારના ચાલકે તેમની મોટર સાયકલને અડફેટે લેતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર ખાડામાં ઉતરી જતા કારચાલક સહિત ત્રણ યુવાન ફરાર થઈ ગયા હતા.જ્યારે સ્થળ પર એકત્ર થયેલા ટોળાંએ કારમાં સવાર અન્ય બે યુવાનોને ઝડપી પાડી પોલીસ ને હવાલે કર્યા હતા. બંને યુવાન દારૂના નશામાં હોય પોલીસે તેમના વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને સુરતમાં ભાટપોર ગામ આહિરવાસમાં રહેતો રમેશકુમાર શ્રીછેદીલાલ બિન્દ વેલ્ડીંગનુ છૂટક કામ કરે છે.ગતસાંજે સાડા વાગ્યાના અરસામાં તે રૂમ પાર્ટનર ધર્મરાજ ઉર્ફે રાજકુમાર સાથે મગદલ્લાથી ચિકન લઈ મોટરસાયકલ ઉપર રૂમ ઉપર પરત ફરતો હતો ત્યારે ઓએનજીસી ગેટની સામે પૂર ઝડપે જતી જેગુઆર કાર ( નંબર જીજે - ૦૫ - જેડી - ૧૨૫૮ )ના ચાલકે તેમની મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતા મોટરસાયકલ રેલીંગ સાથે અથડાઈ હતી અને રમેશકુમાર રોડ ઉપર પડી ગયો હતો. જ્યારે ધર્મરાજ મોટરસાયકલ ઉપરથી ઉછળીને રોડ ઉપર પટકાતા તેને ગંભીર ઇજા થઇ હતી

(5:48 pm IST)