Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ગાંધીનગરમાં ઝાલાવાડના શિક્ષકો દ્વારા ધરણા

વઢવાણ, તા., ૧૬: ગુજરાત રાજયમાં સને ૧૯૯૭થી આજ દિન સુધી ભરતી થયેલા બાલગુરૂ અને વિદ્યાસહાયકોની નોકરી સળંગ કરવામાં આવી નથી. રાજય સરકારે ર૦૦૬ પહેલા ઘણી કેડરમાં ફીકસ પગારની યોજના કરી હતી. પરંતુ પ્રાથમીક શિક્ષકોને ૧૯૯૭ થી સળંગ નોકરીનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભાજપ સરકારના અન્યાય કરતા વલણ સામે પ્રાથમીક શિક્ષક સંઘે આંદોલનની જાહેરાત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કામ કરતા ૭ હજાર શિક્ષકોએ ભાજપ સરકાર સામે આંદોલન માટે બાયો ચડાવી છે. જેમાં ૧૧ ફેબ્રુઆરીના રોજ ૧૯૯૭ થી ભરતી થયેલ શિક્ષકોની સળંગ નોકરી કરવા માટે કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારે તા.૧ર થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન પ્રાથમીક શાળાના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી હતી. ત્યારે ગાંધીનગર ખાતે રાજયસંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, સાયલા, હળવદ, ચોટીલા, પાટડી, લખતર, લીંબડી તાલુકાના પ્રાથમીક શિક્ષકો મોટી સંંખ્યામાં જોડાયા હતા. (૪.૭)

(3:23 pm IST)