Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પ્રદેશ કોંગ્રેસમાં મીટીંગોનો ધમધમાટ

આગામી ૨૬મીએ રાષ્ટ્રીય વર્કીંગ કમીટીની બેઠકને અનુલક્ષીને પૂર્વ તૈયારીઓઃ ૧ વાગ્યે પબ્લિસીટી કમીટી અને ૩ વાગ્યે રાજ્ય પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક

રાજકોટ, તા. ૧૬ :. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં મીટીંગોનો ધમધમાટ શરૂ થયો છે. આગામી ૨૬મીએ કોંગ્રેસની સીડબલ્યુસી મીટીંગનું આયોજન થઈ રહ્યુ છે ત્યારે આ અંગે પણ આયોજનનો સળવળાટ શરૂ થયો છે. આજે બપોરના ૧ વાગ્યે પ્રદેશ કોંગ્રેસની પબ્લિસીટી કમીટીની બેઠક મળી રહી છે અને ત્યાર બાદ ૩ વાગ્યે રાજ્યપ્રભારી રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને પ્રદેશ સમિતીની બેઠક મળશે.

ગુજરાત કોંગ્રેસના રાજ્ય પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતમાં છે ત્યારે તાજેતરમાં રચાયેલ વિવિધ કમીટીઓ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની મહત્વની બેઠકો મળશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પબ્લિસીટી કમીટીની બેઠક આ કમીટીના ચેરમેન તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં આજે બપોરે મળી રહી છે. જેમાં મહત્વના ઠરાવો અને નિર્ણયો થશે.(૨-૯)

(11:58 am IST)