Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આણંદ નજીક હાડગુડમાં લાઈટ બિલના પૈસા બાબતે શખ્સને માર મારતા ફરિયાદ

આણંદ: નજીક આવેલા હાડગુડ ગામે વાલ્મી સામે રહેતા રૂકૈયાબીબી અહેમદઅલી સૈયદ ગઈકાલે સાંજના સુમારે પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના કાકાનો દીકરો અલીહુસેન અનીફમીંયા આવી ચઢ્યો હતો અને લાઈટ બિલના પૈસાની માંગણી કરી હતી. રૂકૈયાબીબીએ હાલમાં પૈસા નથી, આવશે એટલે આપી દઈશ તેમ જણાવતાં અલીહુસેને ગાળાગાળી ચાલુ કરી દીધી હતી. જેથી રૂકૈયાબીબીના પુત્ર વસીમે ગાળો બોલવાની ના પાડતાં અલીહુસેને તેને તમાચો મારી દીધો હતો

 


ત્યારબાદ ફોન કરીને સીદ્દીકભાઈ અનીફમીંયા મલેક, વારસઅલી અનીફમીંયા મલેક તથા સકલેનઅલીને બોલાવતા તેઓ આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને વસીમને લાકડીની ઝાપોટ ડાબા પગના નળા ઉપર મારી દેતાં ફેક્ચર થઈ જવા પામ્યું હતુ

 

 

 

(8:47 am IST)