Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

નડિયાદના ડભાણમાં ધોળીયા કુવા નજીક બે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બેને ગંભીર ઇજા

નડિયાદ: તાલુકાના ડભાણમાં તેમજ ધોળીયા કૂવા નજીક ગતરોજ સર્જાયેલા બે માર્ગ અકસ્માતોમાં બે ઈસમો ઈજાગ્રસ્ત બન્યાં છે. જેમાં ડભાણમાં આઈશર ગાડીની ટક્કરે મોટરસાઈકલ ચાલક ઈજાગ્રસ્ત બન્યો છે. જ્યારે ધોળીયા કૂવા નજીક બુલેટ મોટરસાઈકલ અને સીએનજી રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષાચાલક ઈજાગ્રસ્ત બન્યો છે

અંગે મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના સંજાયામાં રહેતાં રીક્ષા ડ્રાઈવર મફતભાઈ પુજાભાઈ વાઘરી (દેવીપૂજક) ગતરોજ પોતાની સીએનજી રીક્ષા નં જીજે ૨૩ વાય ૦૩૦૦ લઈ નડિયાદ તાલુકાના ધોળીયા કૂવા નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ એક બુલેટ મોટરસાઈકલ નં જીજે ૦૭ સીકે ૮૦૮૪ના ચાલકે મફતભાઈ ની રીક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં મફતભાઈ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. તેમજ તેમની રીક્ષાને નુકસાન થવા પામ્યું હતુ

 

 

 

(5:21 pm IST)