Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

વડોદરા: જીઇબીના પેંશનના 100 કરોડના રોકાણ પર સંકટના વાદળ છવાયા

વડોદરા: શહેરમાં ૯૦૦૦૦ કરોડ ઉપરાંતના દેવામાં ડૂબેલી કેન્દ્ર સરકારની કંપની આઈએલ એન્ડ એફએસ(ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્સિય સવસિઝ)માં રોકવામાં આવેલા પેન્શન અને પીએફ ફંડના હજારો કરોડો રુપિયા પર ખતરો મંડરાઈ રહ્યો છે.

જે પ્રોવિન્ડટ અને પેન્શન ટ્રસ્ટ ફંડે કર્મચારીઓના પેન્શન અને પીએફના પૈસા કંપનીમાં રોક્યા છે તેમાં ગુજરાત સરકારની ઈલેક્ટ્રિસિટી કંપની જીઈબી(જીયુવીએનએલ)નો પણ સમાવેશ થાય છે.જીઈબી એમ્પ્લોઈઝ પેન્શન ફંડ દ્વારા કંપનીના બોન્ડમાં રોકાણ કરવામાં આવ્યુ છે અને રોકાણની રકમ લગભગ ૧૦૦ કરોડ રુપિયા થવા જાય છે.

(5:19 pm IST)